જય હો : ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનો દબદબો, આ છે છેલ્લું સ્ટેટ્સ
ટોક્યિો ઓલિમ્પિકમાં ગુરવારે ભારતીય ખેલાડીઓએ સારી શરૂઆત કરી છે. બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. હોકી ટીમે અર્જેન્ટીનાને 3-1થી હરાવ્યું. તીરંદાજીમાં અતનુ દાસ 2 વખત ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટને હરાવીને પુુરુષ સિંગલ્સની પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયા છે.
બોક્સિંગમાં પુરુષોની 91+ કિલોગ્રામ વેટ કેટેગરીમાં સતીશ કુમાર ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયા છે. પ્રથમ રાઉન્ડમાં બાય મેળવનાર સતીશે પ્રી ક્વાર્ટર ફાઈનલમાં જમૈકાના રિકાર્ડો બ્રાઉનને 4-1થી હરાવ્યો. સતીશે હવે મેડલ પાક્કો કરવા માટે એક જીત મેળવવાની છે.
સિંધુએ પ્રી ક્વાર્ટર ફાઈનલમાં વર્લ્ડ નંબર 12 ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટને 41 મિનિટમાં 21-15, 21-13થી હરાવી દીધી. જ્યારે પુરુષ હોકીમાં ભારતીય ટીમે પૂલ એની સરખામણીમાં અર્જેન્ટીનાને 3-1થી હરાવીને અંતિમ-8માં જગ્યા પાક્કી કરી લીધી છે.
પતિ-પત્ની બંને પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા
તીરંદાજીમાં પુરુષ સિંગલ્સમાં ભારતના અતનુ દાસે ચાઈનીઝ તાઈપેજના ડેન યુચેંગને 6-4થી હરાવીને અંતિમ 32માં પ્રવેશ કરી લીધો છે. તીરંદાજીમાં ભારતના અતનુ દાસે સાઉથ કોરિયાના ઝિનયેક ઓહને શૂટઆઉટમાં હરાવી દીધો. બંને તીરંદાજ પાંચ સેટ પછી 5-5ની બરાબરી પર હતા. શૂટઆઉટમાં કોરિયાઈ તીરંદાજે 9નો સ્કોર બનાવ્યો. અતનુ દાસે પર્ફેક્ટ 10ના સ્કોરની સાથે મેચ જીતી લીધી. અતનુ દાસ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયા છે. ફાઈનલમાં પહોંચ્યા આ પહેલા તેમણે દિવસના પોતાના પ્રથમ મુકાબલામાં ચાઈનીઝ તાઈપેજના ડેન યુચેંગને 6-4થી હરાવ્યો હતો. અતનુ કરતા પહેલા તેમની પત્ની દીપિકા કુમારીએ પહેલા જ મહિલા સિંગલ્સમાં અંતિમ 16માં સ્થાન મેળવી લીધુ છે.
હોકીમાં રિયો ઓલિમ્પિકની ગોલ્ડ મેડલિસ્ટ ટીમ આર્જેન્ટીનાને હરાવ્યા પછી પૂલ એમાં ભારતના 9 અંક થઈ ગયા છે અને તે બીજા સ્થાને છે. ભારતે અંતિમ પૂલ મેચ જાપાનની સામે શુક્રવારે રમવાની છે. ભારતીય ટીમનું પોતાના પૂલમાં ટોપ-4માં રહેવાનું નક્કી છે. ભારત તરફથી ત્રીજા ક્વાર્ટરમાં વરુણ કુમાર અને ચોથા ક્વાર્ટરમાં વિવેક સાગર પ્રસાદ અને હરમનપ્રીત સિંહે ગોલ કર્યો છે.
શૂટિંગમાં હાલ મહિલાઓની 25 મીટર એર પિસ્તોલનો ક્વોલિફિકેશન પ્રીસિજન રાઉન્ડ ચાલી રહ્યો છે. તેમાં ભારતની રાહ સરનોબત અને મનુ ભાકર ભાગ લઈ રહી છે. બોક્સિંગમાં લંડન ઓલમ્પિકની બ્રોન્જ મેડલિસ્ટ એમસી મેરીકોમ પ્રી ક્વાર્ટર ફાઈનલ મેચમાં ઉતરશે.
રોઈંગ- ભારતીય નૌકાયન ખેલાડી અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહ ટોક્યો ઓલિમ્પિકની લાઈટવેટ ડબલ સ્કલ્સ સ્પર્ધામાં 11માં ક્રમે રહ્યાં છે. જે આ સ્પર્ધામાં ઓલિમ્પિકમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારતીય જોડીએ 6:29.66નો સમય કાઢીને ફાઈનલમાં બીમાં પાંચમુ સ્થાન પ્રાપ્ત કર્યું. આયરલેન્ડે ગોલ્ડ, જર્મનીએ સિલ્વર અને ઈટલીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
ભારતની અન્ય મેચ આજે રમાશે જેમાં બોક્સિંગ- એમ સી મૈરીકોમ સામે ઈંગ્રિટ લોરેના વાલેેંશિયા(કોલંબિયા), મહિલા 51 કિલો અંતિમ 16, બપોરેઃ 3.35થી શરૂ થશે.
Comments
Post a Comment