અપરાધ : પ્રેમિકાને બ્લેક મેઈલ કરી નરાધમે પૈસા પડાવ્યા, ફરિયાદ દાખલ

 જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી 17 વર્ષની કિશોરીને યુવકે પ્રેમજાળમાં ફસાવી સોશિયલ સાઈટના માધ્યમથી તેના અર્ધનગ્ન ફોટા મેળવ્યા બાદ તેને બ્લેકમેઇલ કરીને અન્ય મિત્ર સાથે મળી 50 હજાર રૂપિયા પડાવી લીધા હતા. સતત બ્લેકમેઇલને કારણે કિશોરી ઘરેથી ગુમ થયા બાદ મળી આવતાં તેણે પરિવારને તમામ હકીકત જણાવતાં ગુનો નોંધાવ્યો હતો.

જહાંગીરપુરામાં રહેતી 17 વર્ષીય અમિતા (નામ બદલ્યું છે) ધો.12માં અભ્યાસ કરે છે. સપ્ટેમ્બર 2019માં સોશિયલ સાઇટ પર અમિતાની મિત્રતા આરોપી ધ્રુવ પ્રકાશ સુરતી (રહે. જાનકી રેસિડેન્સી, ઉગત કેનાલ રોડ, જહાંગીરપુરા) સાથે થઈ હતી. ત્યાર બાદ તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.

સોશિયલ સાઇટ પર અમિતાએ તેનો અર્ધનગ્ન ફોટો ધ્રુવને મોકલ્યો હતો. તેના આધારે ધ્રુવે અમિતાને બ્લેકમેઇલ કરીને રૂપિયા માગ્યા હતા. તેથી ઘરમાં કોઈને પણ કહ્યા વગર પહેલા 10 હજાર રૂપિયા ધ્રુવને આપ્યા હતા. ત્યાર બાદ અમિતાએ ધ્રુવને બ્લોક કરી દીધો હતો. તેથી ધ્રુવે આરોપી કાર્તિક પરેશ સુરતી(રહે. જાનકી રેસિડેન્સી, ઉગત કેનાલ રોડ, જહાંગીરપુરા)ની આઈડી પરથી અમિતાનો સંપર્ક કરી બ્લેકમેઇલ કરી બીજા 15 હજાર પડાવ્યા હતા. અમિતાએ પરેશને પણ બ્લોક કરી દીધો હતો. પછી ધ્રુવે અમિતાની પિતરાઈ બહેનના માધ્યમથી અમિતાનો સંપર્ક કર્યો હતો. તેની પિતરાઈ બહેનને ખબર જ ન હતી કે ધ્રુવ તેની સાથે શું વાત કરે છે.

ધ્રુવે ફરી બ્લેકમેઇલ કરતાં બીજા 25 હજાર અમિતાએ ધ્રુવને આપ્યા હતા. ત્યાર બાદ પણ ધ્રુવે બ્લેકમેઇલિંગ ચાલુ રાખ્યું હતું. આખરે સોમવારે અમિતાએ ધ્રુવ સુરતી અને પરેશ સુરતી વિરુદ્ધ ખંડણી અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.


Comments

Popular posts from this blog

આવતી કાલથી હાલાર સહિત સૌરાષ્ટ્રના આ રેલ્વે સ્ટેશન પરથી રીજર્વેશન-રીફંડ સેવા શરુ..

જામનગર : જિલ્લા અને છ તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર

જામનગર મહાનગરનો મહાજંગ : આ ૯૯ ઉમેદવારો ભાજપ-કોંગ્રેસનું ચિત્ર બગાડશે