જામનગર : કિચન ગાર્ડન બનાવવો છે ? સરકાર આપશે આ સુવિધા
જામનગર જિલ્લાના દરેક નાગરિક પોતાના ઘરની આસપાસ ઘર આંગણે કિચન ગાર્ડનમાં વિવિધ પ્રકારના શાકભાજી (ભીંડો, ટમેટા, રીંગણા, મરચા, ગુવાર, વાલોળ, પાપડી, ચોળી, તુરીયા, ગલકા, દુધી, કારેલા વિગેરે) ઉગાડીને રસોઇકામના ઉપયોગમાં લઇ શકે તે હેતુથી બાગાયત વિભાગના કિચન ગાર્ડન દ્રારા ઘર આંગણે શાકભાજી ઉગાડવા માટેના સુધારેલા બીયારણો તથા સેન્ટ્રીય/ ઓર્ગેનિક ખાતર વેચાણ માટે ઉપ્લબ્ધ છે. રસ ઘરાવતા નાગરિકોએ કચેરીના સરનામે નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન- ૪ પ્રથમમાળ, રૂમ નં. ૪૮, સુભાષ પુલ પાસે, જામનગર ફોન નં. (૦૨૮૮)૨૫૭૧૫૬૫ પર રૂબરૂ સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક જામનગરની યાદીમાં જણાવવામાં આવે છે.
Comments
Post a Comment