આવતી કાલે ધોરણ બાર સાયન્સનું પરિણામ



ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા , ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ માર્ચ -૨૦૨૦ ના ઉમેદવારોનું પરિણામ તા .૧૭ / ૦૫ / ૨૦૨૦ , રવિવારના રોજ સવારના ૮-૦૦ કલાકે બોર્ડની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન પ્રસિધ્ધ કરવામાં આવશે . જેની વાલીઓ, વિદ્યાર્થીઓ, આચાર્ય તથા તમામ સંબંધિતોએ નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.  
વધુમાં જણાવવાનું કે ધોરણ -૧૨ , વિજ્ઞાન પ્રવાહ માર્ચ- ૨૦૨૦ ના ઉમેદવારોની માર્કશીટ અને પ્રમાણપત્રના વિતરણની તારીખ હવે પછી પ્રસિધ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત ગુણચકાસણી,દફતરચકાસણી, ગુણતુટ તથા પરિણામ જમા કરાવવા વગેરેની સુચનાઓનો પત્ર અલગથી પ્રસિધ્ધ કરવામાં આવશે એમ બોર્ડ તરફથી જણાવવામાં આવ્યું છે. 

Comments

Popular posts from this blog

પોલીસ અમને નપુસંક ન સમજે, સમયે જવાબ આપવામાં આવશે : વિક્રમ માડમ

જીલ્લા પંચાયતના અમુક બાબુઓને ‘સ્માર્ટ’ બની આચરવું હતું ૭૦ લાખનું કૌભાંડ પણ ‘ઢ’ પુરવાર થયા,

રાજકોટમાં નાયબ કલેકટરની પુત્રી કોરોનાગ્રસ્ત