રાજકોટમાં નાયબ કલેકટરની પુત્રી કોરોનાગ્રસ્ત
રાજકોટ : જસદણના જંગવડ ગામમાં એક 80 વર્ષીય વૃદ્ધાનો કોરોના રિપોર્ટ
પોઝિટિવ આવ્યો છે. તેઓ અમદાવાદના રેડ ઝોન વિસ્તાર મહિરામપુરાથી જંગવડ ગામે ત્રણ
દિવસ પહેલા આવ્યા હતા. આ વૃદ્ધાને જંગવડની આશાવર્કર અને ફિમેલ હેલ્થ વર્કર જસદણની
સરકારી હોસ્પિટલમાં કોરોનાના સેમ્પલ માટે લઈને આવ્યા હતા. જ્યાં તેમની તપાસ કરતા
તેઓ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આથી વૃદ્ધાને સારવાર માટે રાજકોટ હોસ્પિટલ
ખસેડાયા છે. રાત્રે જ વૃદ્ધાના ઘરે આરોગ્યની ટીમ દોડી ગઇ હતી અને પરિવારજનોને
ક્વોરન્ટીન કરવાની કામગીરી કરી હતી. જસદણ તાલુકામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 5 કેસો સામે આવ્યા છે. જેમા બે
મહિલા, એક પુરુષ, એક વૃદ્ધા તેમજ એક બાળકનો સમાવેશ
થાય છે. જ્યારે અમદાવાદથી રાજકોટ આવેલી નાયબ કલેક્ટરની પુત્રીને કોરોના પોઝિટિવ
કેસ આવ્યો છે. રાજકોટ શહેરમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. રાજકોટના નાયબ
કલેક્ટર પટેલની 27 વર્ષીય
પુત્રી અમદાવાદમાં નોકરી કરે છે. તે અમદાવાદથી રાજકોટ પરત આવી હતી. આથી તેનું
સેમ્પલ લેવામાં આવતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટ શહેરમાં 80 અને ગ્રામ્યના 17 મળી કુલ પોઝિટિવ કેસનો આંક 97 પર પહોંચ્યો છે. 24 કલાકમાં બે પોઝિટિવ કેસ નોંધાયા
છે. જેમાં રાજકોટની યુવતી અને ગ્રામ્યમાં વૃદ્ધાનો સમાવેશ થાય છે. રાજકોટમાં લેવાયેલા 37 સેમ્પલમાંથી 13 નેગેટિવ અને 22 રિપોર્ટ આવવાના બાકી છે.
Comments
Post a Comment