જામનગર જીલ્લાનું અત્યાર સુધીનું કોરોના અપડેટ
જામનગર : જામનગરમાં આજે બે જીલાઓમાંથી
વધુ ૯૦ નમૂનાઓ પરીક્ષણ અર્થે આવ્યા છે. જીજી હોસ્પીટલની લેબ આ નમુનાઓનું સાંજ
સુધીમાં પરીક્ષણ થઇ જશે. જેમાં જામનગરના ૨૫ અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૬૫
નમૂનાઓનો સમાવેશ થાય છે. જયારે ગઈ કાલે સાંજે આવેલ ૧૫ દર્દીઓના નમૂનાઓનું પરીક્ષણ
થયું છે તે તમામ નમૂનાઓ નેગેટીવ આવ્યા છે. હાલ જીલ્લામાં સમરસ હોસ્ટેલમાં ૬૧
નાગરિકો, ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૯૩૮૨ નાગરિકો સરકાર હસ્તકના ક્વોરેનટાઈન
સેન્ટરમાં છે. જયારે અન્ય ૮૫ નાગરિકો પ્રાઈવેટ ક્વોરેનટાઈન સેન્ટરમાં તબીબી
નિગરાની હેઠળ રાખવામાં આવ્યા છે. જયારે હાલ જીજી હોસ્પીટલમાં બનાવવામાં આવેલ કોવિડ
હોસ્પિટલમાં ૧૭ દર્દીઓ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જીલ્લાના અત્યાર સુધીના
કોરોના વાયરસ સંક્રમણની વાત કરીએ તો કુલ ૫૨ દર્દીઓ નોંધાયા છે જેમાં બે બાળ
દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે જયારે કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ સંપૂર્ણ સ્વસ્થ થઇ
૩૫ દર્દીઓને રજા આપવામાં આવી છે જેમના મોટાભાગના દર્દીઓનો ક્વોરેનટાઈન પીરીયડ
પૂર્ણ થઇ ગયો છે.
Comments
Post a Comment