કચ્છ : ક્રિક વિસ્તારમાં તરતું મળી આવ્યું લાખો રૂપિયાનું ચરસ




ભુજ : સૌરાષ્ટ્ર કચ્છનો દરિયા કિનારો કેફી દ્રવ્યો અને સોના-ચાંદીની દાણચોરી માટે ખરડાયેલો છે ત્યાં કચ્છના જખૌ નજીક ક્રિક વિસ્તારમાંથી લાખો રૂપિયાનો ચરસનો જથ્થો મળી આવ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે પશ્ચિમ કચ્છ પોલીસ જયારે ક્રિક  વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે શેખરણ પીર ટાપુ વિસ્તાર માંથી 24 લાખની કિંમતનો ચરસનો જથ્થો મળી આવ્યો છે. ચરસના જુદા જુદા પ્રમાણમાં ભરીને પેક કરવામાં આવેલ 16 પેકેટ તરતી હાલતમાં મળી આવ્યા છે. હાલ પોલીસની જુદી જુદી ટુકડીઓ ક્રિક વિસ્તારમાં ઉતારી દેવામાં આવી છે અને વધુ જથ્થો હોવાની આશંકા સાથે કિનારાના વિસ્તરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
(તસ્વીર પ્રતીકાત્મક છે)

Comments

Popular posts from this blog

પોલીસ અમને નપુસંક ન સમજે, સમયે જવાબ આપવામાં આવશે : વિક્રમ માડમ

જામનગર : હવે રાત્રે બાર વાગ્યા સુધી એપીએમસી ધમધમશે