જામનગર: આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના સાચી પણ આવું હોય ? પ્રથમ દિવસે સર્જાયો આવો તાલ



રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી આત્મનિર્ભર સહાય યોજનાની પ્રક્રિયાનો જામનગર સહિત રાજ્યભરમાં પ્રારંભ થયો છે. જો કે આશ્ચર્યની વાત એ છે કે ફોર્મ સ્વીકાર કરી લોન આપવાની જેને જવાબદારી સોપવામાં આવી છે એવી જામનગરની મોટાભાગની સહકારી બેંક-સંસ્થાઓ આ પ્રક્રિયાથી અજાણ છે. જામનગરમાં આજે જીલ્લા સહકારી બેંકની મુખ્ય બ્રાંચ અને અન્ય શાખાઓ પર નાના ધંધાર્થીઓ, મધ્યમ વર્ગ અને શ્રમિકો સહિતનાઓ લાભાર્થીઓ ફોર્મ ભરવા માટે ઉમટી પડ્યા હતા. પરંતુ બેંક વર્તુળએ ફોર્મ વિધિ અંગે જ નકાર ભણતા પ્રથમ દિવસે જ મક્ષિકા જેવો તાલ સર્જાયો હતો. સહકારી બેંકમાંથી રવાના કરવામાં આવેલ લાભાર્થી પૈકીના જામનગરના જ રીક્ષા ચાલક મોહમદખાન જાફર ખાન અને કિશોરભાઈએ અવ્યવસ્થા અંગે રોષ દર્શાવ્યો હતો.


Comments

Popular posts from this blog

પોલીસ અમને નપુસંક ન સમજે, સમયે જવાબ આપવામાં આવશે : વિક્રમ માડમ

જામનગર : હવે રાત્રે બાર વાગ્યા સુધી એપીએમસી ધમધમશે