બાઈક પર પીછો કરી એક બાઈક ચાલકે યુવાન પર કર્યું આવું કૃત્ય....
જામનગર : શહેર નજીક હાપા ઓદ્યોગિક
વિસ્તારમાં આવેલ એલ્ગન સોસાયટીમાં ચામુંડા પ્રોવીજ્ન સ્ટોર વાળી ગલીમાં ગઈ કાલે ફૈઝલ
હનીફભાઇ ખફી ઉ.વ.૨૧ નામના યુવાન પર લગધીર રાણસુર ચારણ રહે. હાપા ખારી વિસ્તાર
તા.જી.જામનગર વાળા સખ્સે હુમલો કર્યો હતો. યુવાન હાપા યોગેશ્વરનગર ગરબી ચોકમાં હતા
ત્યારે આરોપીએ કહેલ કે તારા ભાઇ બોદુ બે દિવસ પહેલા હનુમાન મંદિર પાસે કેમ ગાળો
બોલતો હતો ? જેના જવાબમાં યુવાને કહેલ કે મારા ભાઇએ કોઇને ગાળો આપેલ નથી. આ જવાબ
પસંદ નહી પડતા આરોપીએ ગાળોભુંડા બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ
ફૈઝલ તેના મીત્ર અપીયાના મોટરસાયકલ પાછળ બેસી ઘરે જતા હતા દરમ્યાન આરોપી તેની પાછળ
બાઈક લઇ ને જઇ રસ્તામાં યુવાનોના બાઈકને ઉભુ રખાવી ફરી વાણીવિલાસ આચર્યો હતો. જેથી
યુવાને ગાળો આપવાની ના પાડતા આરોપી એકદમ ઉશ્કેરાઇ થઇ પેન્ટના નેફામાંથી છરી કાઢી
પેટના દુંટીના ઉપરના ભાગે એક ઘા મારી ગંભીર ઈજા પહોચાડી હતી, આ સમયે આરોપીનો ભાઇ
સોમરાજ ચારણ તથા ફૈઝલના મીત્ર અપીયાએ વચ્ચે પડી બંનેને અલગ કર્યા હતા. આ બનાવ અંગે
સારવાર લીધા બાદ ફૈઝલે આરોપી લગધીર સામે આઈપીસી કલમ ૩૨૬,૫૦૪,૫૦૬(૨)
જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પંચકોશી એ ડીવીજનના
પીએસઆઈ ડી પી ચુડાસમાએ તપાસ હાથ ધરી છે.

Comments
Post a Comment