અચાનક વરસાદ કે વાવાઝોડું આવી જાય તો ? કલેકટરે અધિકરીઓના કલાસ લીધા
જામનગર : કલેકટર કચેરી ખાતે આગામી ચોમાસાની ૠતુમાં સંભવત: ભારે વરસાદ, વાવાઝોડાની પરિસ્થિતિ માટે સાવચેતી રૂપે પગલાં લેવા તૈયારીઓ અંગે આ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આગામી ચોમાસુ- ૨૦૨૦ દરમ્યાન અચાનક વધુ વરસાદ આવે ત્યારે શું તકેદારી રાખવી, તે ઉપરાંત જામનગર જિલ્લામાંથી પસાર થતી વિવિધ નદીઓમાં અચાનક પાણીની માત્રા વધે ત્યારે શું તેકદારી રાખવી, તમામ ગામોમાં સુરક્ષાવાળા સ્થળો નક્કી કરવા, તરવૈયાઓની યાદી તૈયાર કરવી, ફાયર બ્રિગેડની તૈયારીઓ, ઇમરજન્સી સંપર્ક નંબર, નિચાણવાળા ગામો, આવશ્યકતા સમયે આશ્રયસ્થાનો, આશ્રયસ્થાનોના સેનીટાઇઝેશન જેવી વિવિધ બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.
આ સંપૂર્ણ બેઠકમાં તાલુકા સ્તરે પણ ચોક્કસાઇપૂર્ણ આયોજન થઇ શકે તેમજ કોવિડને ધ્યાને રાખીને ધ્રોલ, કાલાવડ, જામજોધપુર, જોડિયા વગેરેના તાલુકા સ્તરના અધિકારીઓને વિડિયો કોંફરન્સ મારફત જોડવામાં આવ્યા હતા.
Comments
Post a Comment