સુપરવાઈઝરે સવારે મોટર સાયકલ પાર્ક કરી અને સાંજે....?
જામનગર : લોકડાઉનના નિયમો હળવા થતા જ ચોરીના બનાવ સામે
આવતા જાય છે, શહેરના શંકરટેકરી ઉધોગનગરમાં આવેલ મહાલક્ષ્મી એકસ્યુઝન બ્રાસ પાર્ટના
કારખાના બહાર ગત તા.૧૪મીના રોજ સવારે સાત વાગ્યા થી સાંજ સુધીના ગાળા દરમિયાન
કારખાનામાં સુપરવાઈઝર તરીકે ફરજ બજવતા વિશાલભાઇ બજરંગભાઇ યાદવે પોતાની જીજે ૧૦
સીકયુ ૧૧૬૧ નંબરની મોટરસાયકલ પાર્ક કરી હતી. સાંજે આ મોટરસાયકલ સ્થળ પર જોવા મળી ન
હતી. દરમિયાન એક સપ્તાહ સુધી વિશાલભાઈએ ઉદ્યોગનગર વિસ્તારમાં બાઈકની નિષ્ફળ શોધખોળ
કરી હતી. ૨૦૦૦૦ રૂપિયાની કિંમત મોટરસાયકલ
ચોરી થઇ જતા પોલીસે અજાણ્યા સખ્સ સામે ફરિયાદ નોંધી છે.

Comments
Post a Comment