ખંભાળિયા : પિતરાઈ ભાઈ નહિ, પતિ જ પત્નીનો હત્યારો નીકળ્યો..
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે પિતરાઈ ભાઈના હાથે થયેલ બહેનની કથિત હત્યામાં નવો વળાંક આવ્યો છે. શહેરના જડેશ્વર રોડ પર આવેલ સોનલમાતાના મંદિર પાસે રહેતા અને છૂટક મજુરી કામ કરતા સુનીલ વીરસિંગ પાડવી નામના યુવાનની પત્ની મીરા પર તેની પાસે જ રહેતા તેના પિતરાઈ ભાઈ દશરથએ ગઈ કાલે પૈસાની લેતીદેતી મામલે હુમલો કર્યો હતો. જેમાં દશરથે મીરાનું ગળું દબાવી હત્યા નીપજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે બહાર ગયેલ સુનીલ આવી જતા દશરથ નાશી ગયો હતો. જેથી સુનીલે દશરથને પકડી પાડવા દોટ લગાવી હતી. પરંતુ તે હાથ લાગ્યો ન હતો. પાછળ આવીને સુનીલે બેસુધ્ધ પત્ની મીરાને ઠમઠોરી હતી. ગાલ અને હાથ ભાગે દાજી ગયેલ અને હાથના ભાગે ઉજરડા જેવી ઈજા પામેલ પત્નીના સ્વાસ રૂંધાઇ ગયો હોવાનું સામે આવતા યુવાને પોલીસને જાણ કરી હતી. જેને લઈને પીઆઈ દેકાવાડિયા, રાઈટર ડાડુભાઈ આહિર અને ડી સ્ટાફ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો અને મૃતકનો કબજો સંભાળી સુનીલની ફરિયાદ નોંધી હતી. જેમાં પૈસા બાબતે આરોપી ભાઈ અને બહેન મીરા વચ્ચે બોલાચાલી થઇ હતી ત્યાર બાદ પોતે ગાઠીયા લેવા બહાર નીકળી ગયો હતો અને પરત ફરતા આ ઘટના સામે આવી હોવાનું અને આરોપી દશરથને પકડી પાડવા પોતે પીછો કર્યો હોવાનું પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું. દશરથ ગુલિયાએ મીરાંબેનની હત્યા નીપજાવી નાશી છૂટ્યો હોવાનું સામે આવતા પોલીસે આરોપીને પકડી પાડવા તપાસ શરુ કરી છે. આરોપીઓએ પત્ની મૃતક પર ગરમ પાણી નાખી, ઢીકાપાટુનો માર મારી ગળું દબાવી હત્યા નિપજાવ્યાનુ જાહેર થયું હતું, મહિલાના મૃત્યુના પગલે એક વર્ષીય બાળકે માતાની છત્રછાયા ગુમાવી દરમિયાન પોલીસે આ બનાવ અંગે ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી હતી અને આરોપી તરીકે જેનું નામ આવ્યું હતું તેને પકડી પાડવામાં આવ્યો હતો. પરંતુ આરોપી ગુલીયાએ આ હત્યા નહીં કર્યાનું કહેતા અને ઉલટ તપાસમાં પણ તેની સંડોવણી અંગે વિગતો સ્પષ્ટ ન થતા પોલીસે મૃતકના પતિ સામે શંકા ઉચ્ચારી આગવી ઢબે પૂછપરછ કરી હતી. જેમાં સુનિલ પડી ભાંગ્યો હતો અને પોતે જ પત્નીની હત્યા કરી હોવાનું કબુલ્યું હતું. જ્યાં કામ કરતા હતા ત્યાં આ દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ઘટનાના દિવસે પત્નીએ જમવાનું બહારથી લઈ આવવાનું કહેતા સુનિલ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણી પર હુમલો કરી ઢીકા પાટુનો માર મારી, મોઢામાં ધૂળ ભરી દીધી હતી. અસહ્ય મારથી અને મોઢામાંથી ધૂળ ફેફસામાં પહોંચતા ફેફસા ડેમેજ થયા હતા જેથી તેણીનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું. આગાઉ જેની પર આક્ષેપ કરવામાં આવ્યા તે મૃતકનો ભાઈ સુનિલ ઘટના સમયે હાજર પણ ન હોવાનું સામે આવ્યું છે. પીએમ રિપોર્ટમાં પણ તેણીનું મોત મારથી અને ફેફસામાં ધૂળ ભરાઈ જવાથી થયું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પતિની ધરપકદ કરી છે. પતિ જ પત્નીનો હત્યારો નીકળતા તેમના એક વર્ષના પુત્રએ માતા અને પિતાની હાલ એક સાથે સાથ ગુમાવ્યો છે.
Comments
Post a Comment