સંગચિરોડા ગામે ભાંગતી રાતે પાંચ સખ્સો કરતા હતા આવું કામ ને પોલીસ ત્રાટકી
જામનગર :
જામજોધપુર તાલુકાના સંગચિરોડા ગામે ગઈ
કાલે રાત્રે પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં લાખાભાઇ સીદાભાઇ પરમારના ઘરની બાજુમાં
સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજી પતા વડે તીન પતિનો જુગાર રમતા રમતા રાણાભાઇ કારાભાઇ સોલંકી,
અરવીદભાઇ પોલાભાઇ સોલંકી, ગોવીંદભાઇ ભીખાભાઇ સોલંકી, રામજીભાઇ પાલાભાઇ સોલંકી, લાખાભાઇ
સીદાભાઇ પરમાર, હરેશભાઇ બેચરભાઇ સોદરવા નામના સખ્સોને આંતરી લીધા હતા આ તમામ
સખ્સોના કબજામાંથી પોલીસે રૂપિયા ૨૩૭૦ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી
હતી.

Comments
Post a Comment