જેલ નહિ તો કવોરેન્ટાઇન ? સરકાર પણ ખરી છે : પાલ આંબલીયા
જામનગર : પીએમ રાહત ફંડમાં ખેત જણસી જમા કરાવવા ગયેલ ખેડૂતનેતા અને ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલીયા પર થયેલ દમન અને કાનૂની કાર્યવાહી બાદ પ્રસાસને વધુ એક કાયદાકીય કોરડો ઉગામ્યો છે. દેવભૂમિ દ્વારકાથી રાજકોટ ગયેલ પાલ આંબલીયાએ પલટવાર કરી પોલીસતંત્ર સામે બાયો ચડાવી છે. આ ઘટનાક્રમમાં વળાંક ત્યારે આવ્યો જયારે પાલ આંબલીયા ત્રીજા દિવસે પોતાના પર થયેલ શારીરિક દમન અંગે પોલીસ દફતરે ફરિયાદ નોંધાવવા ગયા, ખેડૂતનેતાની કાર્યવાહી બાદ પણ પ્રસાસને વળતો હુમલો કર્યો અને તેઓના ઘરે આરોગ્ય તંત્રની ટીમ આજે પહોચી, તમે જીલ્લા બહાર ગયા છો માટે તમને હોમ ક્વોરેનટાઈન કરવામાં આવે છે. એમ કહી ટીમ દ્વારા એક બોર્ડ ખેડૂત નેતાના ઘરે ચિપકાવી ગઈ, આમ હવે પાલ આંબલીયા આગામી ચૌદ દિવસ સુધી ઘર બહાર નીકળી શકશે નહી. તંત્રની આ નીતિ અંગે આંબલિયાએ આજે જણાવ્યું હતું કે ખેત પેદાશ દાન કરવા ગયેલા ખેડૂતોને દંડાનો ઢોર મારી અમાનુષી અમાનવીય અત્યાચાર કરવામાં આવ્યો, ખેડૂત આ માર થી ચૂપ બેસી જશે એવું સરકારને લાગ્યું, અમે થયેલા અત્યાચાર સામે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા, અમારી ફરિયાદ લેવાના બદલે અરજી સ્વીકારી, એને હજુ એફઆરઆઈ તરીકે સ્વીકારવામાં નથી આવી, મેં જાહેર માધ્યમો સમક્ષ કહ્યું હતું કે ન્યાય નહીં મળે તો હૂઁ એકલો યાત્રા કરીશ ખેડૂતો વચ્ચે જઈશ અને હાઈકોર્ટના દ્વાર ખખડાવીશ, માનવ અધિકાર પંચ સમક્ષ જઈશ, હું ખેડૂત વચ્ચે ન જઈ શકું, નામદાર હાઇકોર્ટમાં ન જઈ શકું, કે માનવ અધિકાર પંચ સમક્ષ ન જઈ શકું એટલે કોરોન્ટાઇન કરાયાનું મને લાગી રહ્યું છે, સરકાર ખેડૂતોને ન્યાય અપાવવાને બદલે એમના માનીતા પોલીસ અધિકારીઓને FIR થી બચાવી રહી હોય તેવું લાગે છે, હૂઁ કાયદાની મર્યાદામાં રહી ને લડીશ, 14 દિવસ કાલે જતા રહેશે, હૂઁ રાજકોટ ગયો તો હોમ કવોરેન્ટાઇન કરાયો સહમત પણ મેન્ગો ફેસ્ટિવલમાં અમદાવાદ ગાયેલામાંથી કેટલા હોમ કોરોન્ટાઇન કરાયા....??? આમ આંબલીયાએ વેધક સવાલો સરકારને કરી કિન્નાખોરીનો આક્ષેપ લાગ્યો છે.
Comments
Post a Comment