જામનગરમાં કોરોના વાયરસના વધુ બે પોઝિટિવ કેસ
જામનગરમાં આજ રોજ કોરોના વાયરસના વધુ બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ કોરોનાના કેસોની સંખ્યા ૫૪ એ પહોંચી છે. જેમાંથી ૪૨ દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. અને બે બાળકોના કોરોના વાયરસના પરિણામે મોત થયા છે. આજે રોજ જે બે પોઝિટિવ કેસ નોંધાયા તેઓ મુંબઈ આવ્યા હોવાથી સમરસ હોસ્ટેલમાં હતા જેથી અન્ય કોઈ વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા નથી. જીજી હોસ્પિટલમાં હાલ ૧૨ દર્દીઓ સારવાર હેઠળ છે.
જામનગરમાં અત્યાર સુધી જેટલા કેસ આવ્યા છે તેઓની ટ્રાવેલ હિસ્ટ્રી અન્ય જિલ્લાઓની કે રાજ્યની હોવાથી હજુ સુધી લોકલ ટ્રાન્સમિશન ફેલાયું નથી. જે જામનગર માટે સારા સમાચાર છે. પરંતુ કોરોના થી બચવા માટે નાગરિકોએ વધુ સાવધાન અને સુરક્ષિત રહેવાની જરૂર છે.
Comments
Post a Comment