લફરાબાજ પતિથી કંટાળી મોરબીની પરિણીતાએ મજબુરીમાં ભર્યું આવું પગલું પણ...
જામનગર : જામનગર ૧૮૧ અભયમ સેવાએ વધુ એક
મહિલાના સંસારને ભાંગતા બચાવી લીધો છે. ગઈ કાલે એક સજ્જન વ્યક્તિએ કોલ કરી અભયમને
જાણ કરી હતી કે અહી એક મહિલા રસ્તા પર સુતી છે, નિરાધાર મહિલા હોવાથી સજ્જને ૧૮૧ને
જાણ કરતા કાઉન્સીલર સરલાબેન ભોય સહિતનો સ્ટાફ સ્થળ પર પહોચ્યો હતો. જ્યાં લઘરવઘર હાલતમાં
રહેલ મહિલાને પ્રથમ સાંત્વના આપી ૧૮૧ ટીમના કાઉન્સીલર દ્વારા ધરપત આપી વાતચીત કરી
હતી. હેબતાઈ ગયેલ મહિલાને ટીમ પર વિશ્વાસ આવી જતા તેણીએ પોતાની ઓળખ અને આપવીતી
સંભળાવી હતી. જેમાં પોતે મોરબીમાં શાંતિવન વિસ્તારમાં પતિ સાથે રહેતી હોવાનું
જણાવી, પતિના વર્તન અંગે વિસ્તારથી વાત કરી હતી. પતિના અન્ય સ્ત્રી સાથેના અનૈતિક
સબંધ અને ઘર ભાડાના રૂપિયા ન આપતા તેણીની ત્રણ માસ પૂર્વે ઘર છોડી ચાલી નીકળી હતી.
દરમિયાન લોકડાઉન આવી જતા પોતે ફસાઈ ગઈ હતી અને મોરબીનું કોઈ વાહન ન મળતા જેમ તેમ
રસ્તા પર રાત વિતાવી રખડતી ભટકતી અહી આવી પહોચી હોવાનું મહિલાએ જણાવ્યું હતું.
૧૮૧ની ટીમે સાંત્વના આપી હાલ તેણીને સખી વન સ્ટોપ સેન્ટરમાં મોકલી સંરક્ષણ પૂરું
પાડ્યું છે.
Comments
Post a Comment