ત્રણ પુત્રીના પિતા સાથે નફફટ સખ્સ સહિતના પરિવારે કર્યું આવું કૃત્ય


જામનગર :
જામનગરમાં વેલનાથ નગર-૧ કોળીનો દંગો શંકરના મંદિર પાસે જાહેરમા ગઈ કાલે સુરેશભાઈ ભીખુભાઈ આસુદ્રા પર આ જ વિસ્તારમાં રહેતા જીત ઉર્ફે ભગો ગીરધરભાઈ સવાસરીયા, જીતનો ભાઈ મનીષ, જીતના મમ્મી ગીતાબેન અને જીતના કાકાઈ ભાઈ જીજ્ઞેશ રહે. બધા વેલનાથ નગર-૧ કોળીનો દંગો શરૂસેકશન રોડ વાળાઓએ લોખંડના ચેઈન, લાકડાના ધોકા, પાઈપ અને ઈંટના છુટા ઘા કરી હુમલો કર્યો હતો. જેમાં યુવાનને માર મારી આરોપીઓએ માથાના ભાગે ઈજાઓ પહોચાડી તથા ડાબી આંખ પાસે તથા નાકના ભાગે ફેકચર સહીતની ઈજાઓ પહોચાડી, બીભત્સ વાણીવિલાસ આચરી ગાળો આપી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ઘવાયેલ યુવાનને દવાખાને ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ઘાયલ યુવાનની પત્નીની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘાયલ યુવાનની ત્રણ પુત્રીઓ પૈકી ૧૮ વર્ષીય પુત્રીને આરોપી જીતે બોલાવતા બંને પક્ષે બોલાચાલી થઇ હતી. જેનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો હોવાનું સીટી બી ડીવીજન પોલીસમાં જાહેર થયું છે.


Comments

Popular posts from this blog

પોલીસ અમને નપુસંક ન સમજે, સમયે જવાબ આપવામાં આવશે : વિક્રમ માડમ

જામનગર : હવે રાત્રે બાર વાગ્યા સુધી એપીએમસી ધમધમશે