જામનગર : ઇ-બેન્કિંગ છેતરપિંડીનો ભોગ બન્યા છો ? હતાશ થશો નહિ, પોલીસ કરશે મદદ..
જામનગર જીલ્લામાં સાયબર ક્રાઇમના ગુન્હાઓ શોધવા તથા અટકાવવા માટે પોલીસ અધિક્ષક શરદ સિંધલે સાયબર ટિમને સૂચના આપી હતી. જેમાં અમુક શખ્સોએ કોવીડ -૧૯ ના લોકડાઉન દરમ્યાન જામનગરના જ ત્રણ અરજદાર પાસેથી ડેબીટકાર્ડ નંબર તથા ઓટીપી મેળવી તેના બેંક એકાઉન્ટમાંથી રૂ .૧,૪૮,૪૦૦ રકમ બારોબારથી ઉપાડી લઈ છેતરપીંડી કરેલ હતી તથા બીજા ત્રણ નાગરિકોના અનઓથોરાઇઝડ ટ્રાન્ઝકશનથી રૂ. ૪૭,૫૦૯ એમ મળી છ અરજદારના કુલ રૂપિયા ૧,૯૫,૯૦૯ ઉપાડી લીધા હતા. જે અનુસંધાને ડીવાયએસપી કુણાલ દેસાઇ તથા સાયબર ક્રાઇમ સેલ ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર યુ.એચ.વસાવાના માર્ગદર્શન હેઠળ સાયબર સેલ જામનગરએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં જે શખ્સોએ છેતરપિંડી કરી છે તેઓના એકાઉન્ટની માહિતી માટે જરૂરી બેંકને રિપોર્ટ કરી ફ્રોડમાં ગયેલ નાણા હોલ્ડ કરાવી જરૂરી પત્રવ્યવહાર કર્યો હતો. જેને લઈને છ અરજદારના કુલ રૂ .૧,૯૫,૯૦૯ અરજદારના બેંક એકાઉન્ટમાં પરત જમા થયા હતા. આમ જામનગર સાયબર સેલ દ્વારા વધુ એક વખત ઉત્કૃષ્ટ કામગીરી કરી છે.
Comments
Post a Comment