જામનગર : આજ દિવસ સુધી બાકાત રહેલ આ તાલુકામાં પણ કોરોનાનો પગપેસરો


જામનગર : છેલ્લા બાવીસ દિવસથી જામનગર જીલ્લામાં શરૂ થયેલ કોરોના વાયરસનું સંક્રમણ સમગ્ર જીલ્લામાં પ્રશરી ગયું  છે. ગઈ કાલે જામનગરની જીજી હોસ્પિટલમાં પરીક્ષણ અર્થે આવેલ કુલ શંકાસ્પદ દર્દીઓના નમૂનાઓ સવારે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં લાલપુર તાલુકાના પીપરટોળા ગામે મુંબઈથી આવેલ એક મહિલાનો રીપોર્ટ પોજીટીવ આવ્યો છે. છેલા ૨૧ દિવસમાં માત્ર કાલાવડ અને લાલપુર એવા પંથક હતા જ્યાં એક પણ પોજીટીવ કેસ નોંધાયો ન હતો પરતું ગઈ કાલે કાલાવડમાં એક સાથે દંપતી કોરોનાગ્રસ્ત જાહેર થયા બાદ આજે લાલપુર પંથકમાં મહિલા પોજીટીવ જાહેર થતા જિલ્લાભરમાં કોરોના સંક્રમિત થયો હોવાનું સામે આવ્યું છે. જેને લઈને અત્યાર સુધીનો કોરોનાગ્રસ્ત દર્દીઓનો આકડો ૫૦ ઉપર પહોચ્યો છે. જેમાં બે બાળ દર્દીઓના મૃત્યુ થયા છે. મુંબઈથી આવેલ મહિલાને હોમ ક્વોરેન્તાઈન હેઠળ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જો કે એક-બે કેસને બાદ કરતા બીજા તમામ દર્દીઓ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. જેથી લોકલ સંક્રમણ નહીવત માત્રામાં છે એ સારા સમાચાર ગણી સકાય. હાલ જામનગરની કોવીડ હોસ્પિટલમાં ૧૫ એક્ટીવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. 

Comments

Popular posts from this blog

આવતી કાલથી હાલાર સહિત સૌરાષ્ટ્રના આ રેલ્વે સ્ટેશન પરથી રીજર્વેશન-રીફંડ સેવા શરુ..

જામનગર : જિલ્લા અને છ તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર

જામનગર મહાનગરનો મહાજંગ : આ ૯૯ ઉમેદવારો ભાજપ-કોંગ્રેસનું ચિત્ર બગાડશે