રોગપ્રતિકારક શક્તિ વધારવી છે ? નો પ્રોબ્લમ, આવો યુનીવર્સીટીના દવાખાને
જામનગર : દેશ આખો કોરોના સામે જંગે ચડ્યો છે. પશ્ચિમના દેશોમાં માનવ તારાજી સર્જનારી આ વૈશ્વિક મહામારી જે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તે નાગરિકો પર વાર કરે છે. એટલેકે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે તેઓને કોરોના વાયરસ સંક્રમિત થવાના વધારે ચાન્સ રહે છે. પરતું આ રોગપ્રતિકારક શક્તિ વધારવા આપણી આયુર્વેદ યુનીવર્સીટી આગળ આવી છે. અનેક જાતની ઔષધીઓ દ્વારા એક ચૂર્ણ તૈયાર કરવામાં આવ્યું છે. ભારત સરકારના આયુસ મંત્રાલય દ્વારા પ્રમાણિત થયેલ આ ચૂર્ણના સેવનથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આયુર્વેદ વિશ્વ વિદ્યાલય દ્વારા જામનગર ખાતેથી એક સપ્તાહ પૂર્વે જ સાંસદ પુનમબેન માડમના હસ્તે ચૂર્ણની નિશુલ્ક સેવા શરુ કરવામાં આવી છે. ગુરુ દતાત્રેય રોડ પર આવેલ આયુર્વેદ દવાખાનામાં દરરોજ સાંજે પાંચ વાગ્યાથી સાડા છ વાગ્યા દરમિયાન આ ચૂર્ણનું વિતરણ કરવામાં આવે છે. આ ચૂર્ણ કઈ રીતે અને ક્યાં સમયે લેવું તેની પણ સ્થળ પર માહિતી આપવામાં આવી રહી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધ નાગરિકોએ આ વિતરણ વ્યવસ્થાનો લાભ લેવો જોઈએ, તો રાહ કોની જુઓ છે તમે પણ જઈ આવો દવાખાને, આગામી તા. ૩૧મી સુધી આ વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે.
Comments
Post a Comment