ખંભાલીયામાં પિતરાઈ ભાઈના હાથે બહેનની હત્યા...આવી રીતે થઇ હત્યા
જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના વડા મથક
ખંભાલીયા ખાતે એક શ્રમિક યુવાનની પત્નીની હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. શહેરના
જડેશ્વર રોડ પર આવેલ સોનલમાતાના મંદિર પાસે રહેતા અને છૂટક મજુરી કામ કરતા સુનીલ
વીરસિંગ પાડવી નામના યુવાનની પત્ની મીરા પર તેની પાસે જ રહેતા તેના પિતરાઈ ભાઈ
દશરથએ ગઈ કાલે પૈસાની લેતીદેતી મામલે હુમલો કર્યો હતો. જેમાં દશરથે મીરાનું ગળું
દબાવી હત્યા નીપજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે બહાર ગયેલ સુનીલ આવી જતા દશરથ નાશી
ગયો હતો. જેથી સુનીલે દશરથને પકડી પાડવા દોટ લગાવી હતી. પરંતુ તે હાથ લાગ્યો ન
હતો. પાછળ આવીને સુનીલે બેસુધ્ધ પત્ની મીરાને ઠમઠોરી હતી. ગાલ અને હાથ ભાગે દાજી
ગયેલ અને હાથના ભાગે ઉજરડા જેવી ઈજા પામેલ પત્નીના સ્વાસ રૂંધાઇ ગયો હોવાનું સામે
આવતા યુવાને પોલીસને જાણ કરી હતી. જેને લઈને પીઆઈ દેકાવાડિયા, રાઈટર ડાડુભાઈ આહિર અને ડી સ્ટાફ સહિતનો સ્ટાફ
ઘટના સ્થળે પહોચ્યો હતો અને મૃતકનો કબજો સંભાળી સુનીલની ફરિયાદ નોંધી હતી. જેમાં ગઈ
કાલે પૈસા બાબતે આરોપી ભાઈ અને બહેન મીરા વચ્ચે બોલાચાલી થઇ હતી ત્યાર બાદ પોતે ગઠીયા
લેવા બહાર નીકળી ગયો હતો અને પરત ફરતા આ ઘટના સામે આવી હોવાનું અને આરોપી દશરથને
પકડી પાડવા પોતે પીછો કર્યો હોવાનું પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું. દશરથ ગુલિયાએ
મીરાંબેનની હત્યા નીપજાવી નાશી છૂટ્યો હોવાનું સામે આવતા પોલીસે આરોપીને પકડી
પાડવા તપાસ શરુ કરી છે. આરોપીઓએ પત્ની મૃતક પર ગરમ પાણી નાખી, ઢીકાપાટુનો માર મારી
ગળું દબાવી હત્યા નીપજાવતા મૃતકના એક વર્ષીય બાળકે માતાની છત્રછાયા ગુમાવી છે.
Comments
Post a Comment