ત્રણ વખત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા મહાન હોકી ખેલાડીની વિદાઈ
ત્રણ વખતના ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા મહાન હોકી ખેલાડી બલવીર સિંહ સીનિયરનુ સોમવારે નિધન થયુ છે. તેઓ છેલ્લા બે સપ્તાહથી ઘણી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. 95 વર્ષીય બલવીરના પરિવારમાં પુત્રી સુશબીર અને ત્રણ પુત્ર કંવલબીર, કરણબીર અને ગુરબીર છે. મોહાલીના ફોર્ટિસ હોસ્પિટલના ડાયરેક્ટર અભિજીત સિંહે જણાવ્યુ, 'તેમનું સવારે 6.30 કલાકે નિધન થયુ. બાદમાં તેમના ભાણેજ કબીરે એક સંદેશમાં કહ્યુ, નાનાજીનું સવારે નિધન થયુ. બલવીર સીનિયરને આઠ મેએ ત્યાં દાખલ કરવામા આવ્યા હતા. તેઓ 18 મેથી અજાગૃત સ્થિતિમાં હતા અને તેમના મગજમા લોહીની ગાંઠ જામી ગઈ હતી. તેમને ફેફસામાં ન્યુમોનિયા અને ભારે તાવ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા.'દેશના મહાનતમ એથલીટોમાંથી એક બલવીર સીનિયર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા પસંદ કરાયેલા આધુનિક ઓલિમ્પિક ઇતિહાસના 16 મહાન ઓલિમ્પિયનોમાં સામેલ હતા.
Comments
Post a Comment