મદિરાલય ખુલે તો દેવાલય કેમ નહીં ? ભાવિકોનો સવાલ
સમગ્ર દેશ કોરોના સામેનો જંગ લડી રહ્યો છે. દેશમાં ચોથું લોકડાઉન ચાલી રહ્યુ છે. જો કે ચોથા ચરણમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે. પરતું હજુ સુધી બંધ કરવામાં આવેલ ધાર્મિક સ્થળોને ખોલવામાં આવ્યા નથી. જેને લઈને ભક્તો-ભાવિકોની સાથે પુજારી વર્ગમાં પણ અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. વાત છે જગવિખ્યાત અને કૃષ્ણની કર્મભૂમિ દ્વારિકાની, ઇતિહાસમાં આટલો લાંબો સમય જગતમંદિર ક્યારે બંધ રહ્યું નથી. અનેક શ્રધ્ધાળુઓ મંદિર ખોલવાની ચાતક નજરે રાહ જોઈ રહયા છે. હાલ મંદિર પરિશર ભાવિકોની રાહમાં ભેકાર ભાસી રહ્યું છે. કોરોના સામે કોઈ દવા કે વેક્સીન શોધવામાં આવી નથી ત્યારે કાળીયા ઠાકરના ચરણોમાં શ્રધ્ધા રાખી આ દુખ દર્દનાં ઈલાજ માટે પ્રાર્થના થઇ સકે તેવી સરકારે વ્યવસ્થા કરવી જોઈએ એમ ભાવિકોએ મત દર્શાવ્યો છે. અંતે તમામ દરવાજા બંધ થઈ જાય, મેડિકલ સાયન્સ પણ દર્દીને સ્વસ્થ કરવામાં નાકમિયાબ નીવડે ત્યારે તબીબી જગત પણ પ્રભુ શરણ અનુસરવાની વાત કરે છે. જ્યાં અનુસાશનને પ્રાધાન્યતા આપવામાં આવે છે એવા મંદિરો પ્રથમ ખોલવા જોઈએ નહી કે મદિરાલયો આવા વેધક તર્ક સાથે દ્વારકાવાશીઓ પણ મંદિર ખોલવામાં આવે એમ ઈચ્છી રહ્યા છે.
Comments
Post a Comment