ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંદીપ પાત્રા કોરોનાગ્રસ્ત ?
ન્યુ દિલ્લી : ભારતીય જનતા પાર્ટીના પ્રવકતા સંદીપ પાત્રાની તબિયત એકાએક લથડતા તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. શરદી અને સામાન્ય તાવ આવ્યો હોવાથી સંદીપ પાત્રાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ પ્રસાશને પાત્રાના જરૂર જણાયે નમુના લઇ કોરોના ટેસ્ટ કરશે એમ જાણવા મળ્યું છે. ભાજપના સ્ટાર પ્રવક્તા બીમાર પડી જતા ભાજપમાં થોડી ચિંતા વધી છે. મૂળ ઓરિસ્સાના વતની એવા પાત્રા ખુદ એક ડોક્ટર છે, વર્ષ ૨૦૦૩માં યુપીએસસીની કમ્બાઈન્ડ મેડીકલ સર્વિસ પરીક્ષા પાસ કરી તેઓ દિલ્લીની હિંદુરાવ હોસ્પિટલમાં મેડીકલ ઓફિસર તરીકે જોડાયા હતા. ત્યારબાદ તેઓ બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા બન્યા હતા. ઉલ્લેખનીય છે સંદીપ પાત્રા ગત વર્ષે યોજાયેલ લોકસભાની સામાન્ય ચુંટણીમાં પૂરી લોકસભા બેઠકમાં ઉમેદવાર તરીકે લડ્યા હતા. જો કે તેઓની બુજુ જનતા દળના પીનાકી મિશ્ર સામે હાર થઇ હતી. બીજી તરફ દેશમાં કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ લેતું નથી. આજની સ્થિતિની વાત કરવામાં આવે તો કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા એક લાખ ૫૮ હજાર ઉપર ચાલી ગઈ છે. જેમાના સાડા ચાર હજારથી વધુ દર્દિઓના મૃત્યુ થઇ ચુક્યા છે.
Comments
Post a Comment