યુવરાજસિંઘે આપ્યું ચેલેન્જ પણ સચિને કર્યો વળતો પ્રહાર..જુઓ વિડીઓ
- Get link
- X
- Other Apps
હાલ લોકડાઉનનો પીરીયડ ચાલી રહ્યો છે. દેશભર જનતા ઘરમાં રહીને કોઈને કોઈ નવી પ્રવૃત્તિ કરી રહી છે. જેમાં સેલીબ્રીટીઓ પણ બાકાત નથી. કેટરીના કૈફથી માંડી શિલ્પા શેટ્ટી, અવોદિત સિતારાઓથી માંડી અમિતાભ બચ્ચન સહિતનાઓએ લોકડાઉનમાં સોસીયલ મીડિયાના પ્લેટફોર્મનો ભરપુર ઉપયોગ કર્યો છે. એમાય ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કુલ એમએસ ધોની, હાલના કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, રવીન્દ્ર જાડેજા, કેએલ રાહુલ થી માંડી સુરેશ રાયના અને બરોડાના પઠાન બંધુઓએ પોતાની દૈનિક ક્રિયાઓને પોતાના ફેંસ સમક્ષ રાખી મૂકી મનોરંજન પૂરું પાડતા આવ્યા છે. આવો જ એક વિડીઓ હાલ સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થયો છે. જેમાં યુવરાજસિંહ પોતાના સાથી ક્રિકેટરોને એક ચેલેન્જ આપતો નજરે પડે છે. બેટ બોલના સંગમ અને ટાઈમિંગને લઈને યુવરાજ ક્રિકેટના ભગવાન સચિન તેંદુલકર, રોહિત શર્મા, સૌરભ ગાંગુલી અને હરભજનસિંઘને ચેલેન્જ સ્વીકારવા આમંત્રણ આપે છે. આ વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સચિનની પ્રતિક્રિયા સામે આવી હતી. જેમાં તેઓએ પોતાની આંખો પર પાટો બાંધી ચેલેન્જ પૂરી કરી હતી અને યુવરાજને સામી ચેલેન્જ આપી ક્રિકેટ કરતબ કરવા ચેલેન્જ આપી છે. હાલ આ વિડીઓ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment