જામનગર : ચાર વર્ષીય બાળક અને છ માસનો ગર્ભ ધરાવતી મહિલાએ કોરોનાને હરાવ્યો

જામનગર આરોગ્ય તંત્ર દ્વારા 700 બેડ ધરાવતી જીજી હોસ્પિટલના નવા બિલ્ડીંગને કોવિડ હોસ્પિટલમાં તબદીલ કરી દેવામાં આવી છે. છેલ્લા દસ દિવસમાં જામનગર શહેર સહિત જિલ્લાભરમાં કોરોના વાયરસનું સંક્રમણ તીવ્ર ગતિએ વધી જતાં વહીવટી તંત્રની સાથે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું. સપ્તાહ પૂર્વે એક સાથે 14 પોઝીટીવ દર્દીઓ નોંધાતા વહીવટી તંત્રએ નિયંત્રણો પર કાપ મૂકી લોકડાઉન વધુ સખત બનાવ્યું હતું. છતાં પણ દિવસે ને દિવસે કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થતો રહ્યો, બે દિવસમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 34 પર પહોંચી ગયો હતો. જેમાં બે બાળ દર્દીના મૃત્યુ થયા હતા. પરંતુ આરોગ્ય તંત્ર દ્વારા સઘન સારવાર બાદ છેલ્લા ત્રણ દિવસમાં 11 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સંપૂર્ણ તંદુરસ્તી મેળવી છે. આજે કોવિડ હોસ્પિટલમાંથી વધુ છ દરફીઓ રજા આપવામાં આવી છે. જેમાં એક ચાર વર્ષીય બાળક અને છ માસનો ગર્ભ ધરાવતી મહિલાનો સમાવેશ થાય છે. હાલ કોવિડ હોસ્પિટલમાં 22 દર્દીઓ સારવાર હેઠળ છે. આજના આરોગ્ય તંત્રના ન્યુઝ બુલેટિન મુજબ, ગઈ કાલના 153 શંકાસ્પદ દર્દીઓ પૈકી 147 દર્દીઓના નમૂનાઓ નેગેટિવ આવતા રાહત થઈ છે અને છ દર્દીઓના નમૂનાઓ પરીક્ષણ હેઠળ છે. છેલ્લા ચોવીસ કલાકમાં 494 દર્દીઓના નમુનાઓનું પરીક્ષણ પૂર્ણ થયું છે જે તમામ નમૂનાઓ નેગેટિવ આવ્યા છે. અન્ય દર્દીઓની તબિયત એકદમ સારી છે એમ જિલ્લા કલેકટર રવિ શંકરે જણાવી આ દર્દીઓને પણ આગામી દિવસોમાં ડિસ્ચાર્જ કરવામાં આવશે એમ ઉમેર્યું હતું.

Comments

Popular posts from this blog

પોલીસ અમને નપુસંક ન સમજે, સમયે જવાબ આપવામાં આવશે : વિક્રમ માડમ

જામનગર : હવે રાત્રે બાર વાગ્યા સુધી એપીએમસી ધમધમશે