હાલાર સહિત સૌરાષ્ટ્ર પરથી અરબી સમુદ્રનો ખતરો ટળ્યો



જામનગર : અરબી સમુદ્રમાં ઉદભવેલ ચક્રવાત આગામી ચોથી તારીખે સૌરાષ્ટ્રના સાગર કિનારાને સ્પર્સ કરશે એવી આગાહી બાદ છેક વેરાવળથી દેવભૂમિ દ્વારકા સુધી ભયનું લખલખું પ્રસરી ગયું હતું. હિકા નામનું આ ચક્ર્વાત ૧૨૦ કિમીની રફતારથી સૌરાષ્ટ્રનો સાગર કિનારો પાર કરશે એવી આગાહીના પગલે લોકો સચેત થયા હતા. સાથે સાથે તંત્રએ બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવી ખતરાનો આગાઝ કર્યો હતો. જો કે લો પ્રેશર સતત સતત દિશા બદલાવી રહ્યું છે, જેને લઈને સૌરાષ્ટ્રના બંદરો પરથી ખતરો હાલ પુરતો ટળી ગયો છે. તા. ૩૧મીના બપોરબાદ ચાર વાગ્યે આ ચક્રવાત જામનગરથી ૧૦૫૮ કિમી દુર અરબી સમુદ્રમાં સ્થિર થયું છે. હાલ ચક્રવાતની જે દિશા છે તે યથાવત રહે તો જામનગર સહિતના સૌરાષ્ટ્રના બંદરો પરનો ખતરો દુર થયો છે. હવામાનનો સચોટ તાગ આપતી વિન્ડી વેબસાઈટનું માનવામાં આવે તો આગામી તા. ત્રણ અને ચારના રોજ વાવાજોડુ રાજ્યના દક્ષીણ વિભાગના સુરત અને વલસાડ જીલ્લાઓને સ્પર્સ કરી આગળ વધશે, જો કે આ સપ્તાહમાં ચક્રવાતના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.


Comments

Popular posts from this blog

આવતી કાલથી હાલાર સહિત સૌરાષ્ટ્રના આ રેલ્વે સ્ટેશન પરથી રીજર્વેશન-રીફંડ સેવા શરુ..

જામનગર : જિલ્લા અને છ તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર

જામનગર મહાનગરનો મહાજંગ : આ ૯૯ ઉમેદવારો ભાજપ-કોંગ્રેસનું ચિત્ર બગાડશે