નવસારી મામલતદાર, સર્કલ અને નાયબ મામલતદાર સહીત ચાર બાબુઓ લાંચ લેતા પકડાયા


નવસારી ખાતે મામલતદાર તરીકે નોકરી કરતા યશપાલ પ્રકાશદાન ગઢવી અને નાયબ મામલતદાર સંજય દેસાઈ તેમજ શૈલેષ રબારી (સર્કલ ઓફિસર) ઉપરાંત કલાર્ક કપિલ રસીકભાઈ જેઠવા એમ ચારેયને નવસારી એસીબી  કચેરીના સ્ટાફે બપોરે છટકું ગોઠવી લાંચ લેતા પકડી પાડ્યા છે. માટી ઉત્ખન્નની પરમીટ મેળવી એક નાગરિક છૂટક માટી વેચાણ કરતા હતા. દરમિયાન મામલતદાર કચેરી દ્વારા તેઓના માટી ભરેલ રોયલ્ટી પાસ વાળા ટ્રકો કબજે કરવામાં આવ્યા હતા. મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવેલ આ કાર્યવાહી બાદ ટ્રક છોડાવવા બાબતે મામલતદાર ગઢવીએ સર્કલ ઓફિસર સાથે વાત કરી લેવા જણાવ્યું હતું, જેને લઈને રોયલ્ટી ધારક સર્કલને મળ્યા હતા. આ બાબુએ ટ્રક છોડાવવા રૂપિયા ૧,૧૦,૦૦૦ લાખની લાંચની માંગણી કરી હતી. જે મુબજ સર્કલના કહેવાથી આરોપી નાયબ મામલતદારે રૂપિયા ૨૦ હજારની રકમ લાંચ પેટે લઇ લીધી હતી. ત્યારબાદ રોયલ્ટી ધારકે એસીબીમાં ફરિયાદ કરી હતી જેના આધારે આજે મંગળવારે છટકું ગોઠવ્યું હતું. જેમાં બાકી રહેતી રૂપિયા નેવું હજારની રકમ આરોપી ક્લાર્કને લેતા આબાદ પકડી પાડ્યો હતો. ટ્રેપ સફળ થઇ જતા જ એસીબીએ તાત્કાલિક મામલતદાર ગઢવી, સર્કલ ઓફિસર રબારી, નાયબ મામલતદાર દેસાઈને પણ પકડી પાડ્યા હતા. એસીબીએ ચારેય સામે ભ્રષ્ટાચાર અધિનિયમ મુબજ ફરિયાદ નોંધી ચારેય સામે કાનૂની કાર્યવાહી કરવા તજવીજ શરુ કરી છે. આગામી સમયમાં મામલતદાર સહિતના સરકારી બાબુઓના બેંક એકાઉન્ટ અને લોકર સહીતની તપાસ થશે એમ એસીબી દ્વારા જાણવામાં મળ્યું છે. 

Comments

Popular posts from this blog

આવતી કાલથી હાલાર સહિત સૌરાષ્ટ્રના આ રેલ્વે સ્ટેશન પરથી રીજર્વેશન-રીફંડ સેવા શરુ..

જામનગર : જિલ્લા અને છ તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર

જામનગર મહાનગરનો મહાજંગ : આ ૯૯ ઉમેદવારો ભાજપ-કોંગ્રેસનું ચિત્ર બગાડશે