સરકાર હાથ ધરશે ‘ચોમાસુ’ ભરતી, થઇ જાઓ તૈયાર
ગાંધીનગર : રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન કુદરતી આપત્તિઓ
જેવી કેવાવાઝોડું, પૂર અને અતિભારે વરસાદની પરિસ્થિતિમાં રાહત અને તકેદારીના
પગલાં લેવા માટે રાજ્ય, જિલ્લા, તાલુકા કક્ષાએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર શરૂ કરવા આગામી
ચોમાસુ -૨૦૨૦ માટે રાહત નિયામકની કચેરી, ગાંધીનગરની
હંગામી મહેકમની કુલ ૬૨૮ જગ્યાઓ તા.૦૧/ ૦૬/ ૨૦૨૦ થી તા.૩૦/ ૧૧/ ૨૦૨૦ સુધી તદ્દન
હંગામી ધોરણે મંજૂર કરવામાં આવે છે આ ભરતી પ્રક્રિયા અમુક શરતોને આધીન કરવામાં
આવશે જેમાં, રાજ્ય રાહત નિયામકની કચેરી હસ્તકના ઈમરજન્સી ઓપરેશન માટે નાયબ કલેકટરની
એક જગ્યા આંતરિક વ્યવસ્થાથી નાયબ મામલતદાર
છ જગ્યા આંતરિક વ્યવસ્થાથી તેમજ કારકુનની
બે (ફિક્સ પગાર) થી આંતરિક વ્યવસ્થાથી કે આઉટસોર્સિંગથી અને પટાવાળા કમ ડ્રાઈવરની
ત્રણ જગ્યાઓ આઉટ સોર્સિંગથી ભરવાની છે. આ ઉપરાંત પટાવાળા કમ ઝેરોક્સ ઓપરેટરની ત્રણ
જગ્યા પણ આઉટસોર્સથી, કોમ્પ્યુટર ઓપરેટરની પાંચ જગ્યા જીઆઈએલના પરામર્સમાં
આઉટસોર્સિંગ દ્વારા ભરવામાં આવશે. હાલ સરકાર દ્વારા કુલ ૬૨૮ જગ્યાઓ મંજુર કરી છે
જે સંભવત આગામી સમયમાં ભરવામાં આવશે.
રાજ્યના ૩૩ જીલ્લાઓમાં જીલ્લા કક્ષાએ
ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં જીલ્લા દિઠ એક નાયબ મામલતદાર આંતરિક વ્યવસ્થાથી અને
પટાવાળા કમ ડ્રાઈવરની એક જગ્યા (ફિક્સ પગાર) આઉટસોર્સિંગથી એમ કુલ ૬૬ જગ્યા તેમજ
તાલુકા કક્ષાએ એક-એક નાયબ મામલતદારની ૨૭૧ જગ્યા આતંરિક વ્યવસ્થાથી અને ૨૭૧ જગ્યા
પર આઉટસોર્સિંગથી એમ કુલ ૫૪૨ જગ્યાનું મહેકમ નક્કી કરવામાં આવ્યું છે. આમ કુલ ૬૨૮
જગ્યાઓ હંગામી ધોરણે નીચે મુજબની શરતોને આધીન મંજુર કરવામાં આવી છે.
(૧) ઇમરજન્સી ઓપરેશન
સેન્ટર માટે ચોમાસુ -૨૦૨૦ માટે ઉભી કરવામાં આવેલ ઉક્ત જગ્યાઓ બદલી, પ્રતિનિયુક્તિ,
આંતરિક વ્યવસ્થા, એડ-હોક
બઢતી કે અન્ય વિભાગમાંથી કર્મચારી મેળવીને ભરવાની
રહેશે, કોઈપણ સંજોગોમાં રેગ્યુલર કેડરની જગ્યાઓ નવી ભરતીથી ભરી શકાશે
નહીં. વર્ગ -૪ ની જગ્યાઓ માસિક ફિકસ પગારથી મંજૂર કરેલ પધ્ધતિ મુજબ
આઉટસોર્સિંગ પધ્ધતિથી ભરતી કરવાની
રહેશે તથા તેનો ખર્ચ હેતુ સદર -૩૦૦૦
કચેરી ખર્ચ હેઠળ કરવાનો રહેશે.
(૨) ઈમરજન્સી ઓપરેશન રીસ્પોન્સ સેન્ટરના ત્રણ શીફ્ટમાં (૧)
સવારના ૦૭:૦૦ થી બપોરના
૦૨:૦૦ (૨) બપોરના ૦૨:૦૦ થી રાતના ૧૦:૦૦
અને (૩) રાતના ૧૦:૦૦ થી સવારના ૦૭:૦૦ કલાક
એમ ત્રણ શીફ્ટમાં રાખવાની રહેશે,
(૩) રાજ્ય કક્ષા તથા જિલ્લા કક્ષાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના
મહેકમને પણ આ કામગીરી માટે
ઉપયોગમાં લેવાનું રહેશે.
(૪) રાજ્ય કક્ષા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર
ખાતે નિમણૂંક પામનાર
અધિકારી/ કર્મચારીના પગાર ભથ્થાની ચુકવણી રાહત નિયામકશ્રીની કચેરી, ગાંધીનગરએ
કરવાની રહેશે.
(૫) ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર ખાતે નીમવામાં આવતાં સ્ટાફના
કામનો જોબ ચાર્ટ જિલ્લાકક્ષાએ
તેમજ તાલુકા કક્ષાએ જિલ્લા કલેકટરે
તૈયાર કરવાનો રહેશે.
(૬) ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટરની કામગીરી પૂર્ણ થઈ જાય તે
પહેલાં ચોમાસુ, વાવાઝોડાની ઋતુઅંગેનો સંપૂર્ણ અહેવાલ રાહત નિયામકએ ફરજ ઉપરના
નાયબ કલેકટર પાસેથી મેળવીને મહેસૂલ
વિભાગને મોકલવાનો રહેશે.
(૭) જો તાલુકા કક્ષાના ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર માટે નાયબ
મામલતદારની જગ્યાઓ ભરાવામાં
સમય જાય તેમ હોય તો પૂર,
અતિવૃષ્ટિની તાકિદની પરિસ્થિતિને ધ્યાને
લઈ જિલ્લા કલેકટરએ જે તે
તાલુકાના હયાત મહેકમ પરના નાયબ
મામલતદારોમાંથી કોઈ એક નાયબ મામલતદારને તાલુકા કક્ષાના ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટરની વધારાની ફરજ સોંપવાની રહેશે.
(૮) ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર માટે મંજૂર કરેલ આ જગ્યાઓને તા.૩૦/
૧૧/ ૨૦૨૦ બાદ કોઈપણ સંજોગોમાં
ચાલુ રાખવાની રહેશે નહીં, પરંતુ જો કોઈ જિલ્લા/તાલુકામાં નવેમ્બર માસ પછી આ જગ્યાઓ. ચાલુ
રાખવાની જરૂરી જણાય તો પૂર્વ મંજૂરી મેળવવા અલગથી
સમયસર દરખાસ્ત કરવાની રહેશે.
આ તમામ વિગતો સાથે આજે રાજ્ય સરકારના મહેસુલ સચિવ બી
કે ખત્રીએ પડેલા જાહેરાત પરિપત્રમાં આ જગ્યાઓ મંજુર કરી છે. જો અન્ય કોઈ કારણો
બાધારૂપ ન બને તો આગામી સમયમાં આ જગ્યાઓ નિયમોને આધીન ભરાશે
Comments
Post a Comment