કડીમાં પોલીસ જ બુટલેગરની ભુમીકામાં, પીઆઈ-પીએસઆઈ સામે ફરિયાદ
જામનગર : મહેસાણા
જીલ્લાના કડી પોલીસ દફતરના સ્ટાફે જ લોકડાઉન દરમિયાન વિદેશી દારૂ વેચવાનો ધંધો
આદરી દીધો હોવાની હકીકતના પગલે ઉચ્ચસ્તરીય ટીમને તપાસ સોંપવામાં આવી છે. બીજી તરફ
ભૂગર્ભમાં ઉતરી ગયેલ પીઆઈ પીઆઈની જગ્યાએ મહેસાણા એસઓજી પીઆઈને કડી પોલીસ દફતરનો
ચાર્જ સોંપવામાં આવ્યો છે. પરોક્ષ રીતે સંડોવણી સ્પષ્ટ થઇ જતા કડી પીઆઈ ઓએમ દેસાઈ
અને પીએસઆઈ કે એન પટેલ સહિતનાઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
કડી પોલીસ દ્વારા પોલીસ લાઈનમાં
મુકાયેલ દારૂના જથ્થાને લોકડાઉનની તંગી પૂરી કરવા ધંધો શરુ કરવામાં આવ્યો હતો. આ
સમગ્ર રેકેટ અંગે ડીજી અને આઈજી સુધી ગુપ્ત ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને ચાર
દિવસ પૂર્વે આઈજીપી સ્કવોડ દ્વારા કડી પોલીસ સ્ટેશનમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ
ધરવામાં આવ્યું હતું. જેને લઈને આબરૂ બચાવવા કડી પોલીસ દ્વારા બચેલી બોટલો સગેવગે
કરવા કવાયત કરી હતી. જેમાં પોલીસ લાઈનમાંથી દારૂનો જથ્થો લોકડાઉનમાં રીકવિજીટ કરેલ
ગાડીઓમાં ભરી નરસિંહપુરા નર્મદા કેનાલમાં ફેકી દેવામાં આવ્યો હતો. આ રેકેટની તપાસ
માટે ગાંધીનગર રેંજ આઈજી મયંક ચાવડાની અધ્યક્ષતામાં કલોલ ડીવાયએસપી અને ગાંધીનગર
રેંજ સાયબર ક્રાઈમ પીઆઈને સમાવતી સીટની ટીમની રચના કરવામાં આવી હતી. ગઈ કાલથી જ આ
ટીમે કડી પહોચી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો, અને એનડીઆરએફની ટીમ બોલાવી નર્મદા
કેનાલમાં ફેકી દેવામાં આવેલ દારૂની બોટલો કબજે કરવા કવાયત કરી હતી. જેમાં ૧૦૦
ઉપરાંત બોટલ મળી આવી હતી.દરમિયાન આજે સાયબર સેલના પીઆઈ તરલ ભટ્ટ ખુદ ફરિયાદી બની
કડી પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ સહિત નવ સામે આઈપીસી કલમ ૪૦૯, ૨૦૧,૧૨૦ બી મુજબ
ફરિયાદ નોંધાવી છે. જેમાં સરકારી મુદ્દામાલને બારોબાર વેચી મારવાનું કાવતરું કરવા
અને વેચી નાખવાનો અને કેનાલને નુકસાન પહોચાડવાનો આરોપ લગાવાયો છે. આ ફરિયાદની તપાસ
મહેસાણા પોલીસને નહી સોપતા ગાંધીનગર ડીવાયએસપી એસ પી સોલંકીને સોપવામાં આવી છે. રેંજ
આઈજી મયંક ચાવડાના જણાવ્યા મુજબ હજુ આ પ્રકરણમાં કોની ? કેવી ભૂમિકા છે ? અને કેટલા
સખ્સો સામેલ છે તેની ડીટેઇલ તપાસ થશે જો કે હાલમાં કોઈ બુટલેગરની સંડોવણી સામે નથી
આવી પરંતુ દારૂ કોને વેચ્યો છે તેના મહત્વના ઈનપુટ મળ્યા હોવાનું આઈજીએ ઉમેર્યું
હતું. 
Comments
Post a Comment