ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહ પેપર રીચેકિંગની ફીમાં મોટો ઘટાડો કરાયો, જાણો
ગાંધીનગર : તાજેતરમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામા આવ્યું છે. બીજી તરફ બોર્ડ દ્વારા પેપર મૂલ્યાંકન પ્રક્રિયા પણની વિધિ પણ શરુ કરી દેવામાં આવી છે. આ પ્રક્રિયાના પ્રથમ ચરણ એટલેકે પુનઃમૂલ્યાંકનના ફોર્મ અને ફી પણ ભરાઈ ગયા છે. ચાલુ વર્ષે કોરોના વાયરસ સંક્રમણના કારણે બોર્ડ ઉપરાંત અન્ય શૈક્ષણિક સત્રને પણ અસર પડી હતી. આવી સ્થિત વચ્ચે બોર્ડ દ્વારા આ વખતે પેપર મૂલ્યાંકનની ફીમાં ઘટાડો કર્યો છે. જે ફીનું ધોરણ પ્રતિ પેપર રૂપિયા ૩૦૦ હતું તે હવે માત્ર રૂપિયા ૧૫૦ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે બોર્ડ દ્વારા ૫૦ ટકા રીચેકિંગ ફી ઘટાડી દેવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ ફી ભરી ચુક્યા છે તેઓને રીફંડ આપવામાં આવશે એમ પણ બોર્ડ દ્વારા સ્પસ્ટ કરવામાં આવ્યું છે.
Comments
Post a Comment