જામનગર શહેરની વચ્ચે થઇ પૂર્વ તરફ જવું છે ? આ સમાચાર વાંચીને જજો, નહિતર....
જામનગર : જામનગરમાં ધીરે ધીરે કોરોના વાયરસ સંક્રમિત થઇ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી એક પણ કેશ નહી નોંધાતા તંત્ર અને શહેરીજનોને ઘણી ધરપત થઇ છે, પરંતુ જે વિસ્તારમાંથી એક્ટીવ કેશ સામે આવ્યા છે તે વિસ્તારમાં રહેતા દર્દીની આસપાસના ૨૦૦ મીટરના વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરી કંટેઇનમેન્ટ ઝોન જાહેર કર્યો હતો. આવો જ એક કેશ વિક્ટોરિયા પુલ નજીક હાલાર હાઉસ પાસે એક એપાર્ટમેન્ટના વિસ્તારમાંથી નેપાળી યુવાનનો એક્ટીવ કેશ નોંધાયો હતો. આ કેશ સબંધે વહીવટી તંત્રએ જે તે વિસ્તાર આસપાસનો ૨૦૦ મીટરની ત્રિજ્યાનો વિસ્તાર કંટેઇનમેન્ટ ઝોન જાહેર કરી આવશ્યક ચીજવસ્તુઓ સિવાયના નિયંત્રણો લાદી દીધા હતા. જેમાં જુના રેલ્વે સ્ટેશનના નીચલા પેટ્રોલ પંપથી ત્રણ બતી સુધીનો વિસ્તાર પણ સીલ કરાયો હતો. આવી જ રીતે આજે ટાઉન હોલથી તીન બતી સુધીનો વિસ્તાર પણ સીલ કરી દેવામાં આવ્યો છે. જો કે આ પ્રક્રિયા પૂર્વે માર્ગ બ્લોક કેમ કરાયો છે તે અંગે તંત્ર દ્વારા સતાવાર જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ સુત્રોના જણાવ્યા અનુસાર આ રોડ વચ્ચેના ભાગમાંથી કોઈ એક્ટીવ દર્દી નોંધાયા છે જેની સાંજ સુધીમાં જાણ કરવામાં આવશે. બીજી તરફ પશ્ચિમ જામનગર અને દક્ષીણ જામનગરના વીસ્તારમાં રહેતા શહેરીજનોએ આ બંને રોડની અવેજીમાં અનુક્રમે નીચલા પેટ્રોલ પંપથી જૂની ગેલેક્સી ટોકીઝ વાળા રોડ અને લાલબંગલા તરફ થી ટાઉન હોલ આવતા શહેરીજનોએ વિભાજી સ્કુલ વાળા રસ્તા વાટે ગ્રેઇન માર્કેટ કે આ બાજુના અન્ય રસ્તે જઈ પરિવહન કરી શકે છે.

Comments
Post a Comment