જામનગર : વધુ બે કોરોનાપોઝીટીવ કેસ નોંધાયા, સારી વાત એ છે કે...
જામનગરમાં શનિવારે એક પોઝીટીવ કેશ સામે આવ્યા બાદ આજે સોમવારે કાલાવડ ખાતેથી વધુ બે કોરોના પોઝીટીવ કેસ સામે આવતા આરોગ્ય તંત્રની સાથે જિલ્લામાં ચિંતા પ્રસરી છે.
જામનગર જિલ્લામાં છેલ્લા 22 દિવસમાં કોરોનાના 47 એક્ટિવ કેસ નોંધાયા છે. જેમાં બે દર્દીઓનો મૃત્યુ થયા છે. આ મહિનાના પ્રથમ સપ્તાહથી શરૂ થયેલ એક્ટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. વહીવટી તંત્ર દ્વારા જે તે વિસ્તારોમાં પ્રતિબંધ લાદી દઈ કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી સંક્રમણ થતું અટકાવવા ભરપૂર પ્રયાસ કર્યા છે. છતાં પણ એક્ટિવ દર્દીઓની સંખ્યા વધતી જ જાય છે. આજે જામનગરની જીજી હોસ્પિટલમાં થયેલ શંકાસ્પદ દર્દીઓના નમૂનાઓ પૈકી કાલાવડ પંથકના દંપતીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ દંપતી ગઈ કાલે જ અમદાવાદથી કાલાવડ આવ્યા બાદ ક્વોરેઈનટાઈન હેઠળ રાખવામાં આવ્યા હતા. હાલ આ દંપતીને જામનગરની કોવિડ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. વર્તમાન સમયમાં કોવિડ હોસ્પિટલમાં 14 પોઝીટીવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. સમગ્ર ચિત્ર જોઈએ તો જિલ્લામાં અત્યાર સુધીમાં 49 દર્દીઓ નોંધાયા છે. જેમાં બે બાળ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. આજે જે કેસ સામે આવ્યા છે એમા સારી બાબત એ છે કે બંને અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. તેથી લોકલ સંક્રમણ નથી.
Comments
Post a Comment