જામનગરમાં આઈજીનું આગમન, મુસ્લિમ બિરાદરો અને સ્ટાફ સાથે ઈદની મુબારકબાદી
જામગનર : રાજકોટ રેંજ આઈજી સંદીપસિંઘ
આજે જામનગરની મુલાકાતે આવી પહોચ્યા છે. જામનગર જીલ્લામાં કોરોનાં વાયરસના સંક્રમણ
બાદ લોકડાઉનના પીરીયડમાં શહેર સહિત જીલ્લાભરમાં પોલીસની કાર્યવાહી તેમજ જીલ્લાની
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગેની ચર્ચાઓ કરવા માટે રેંજ આઈજી અને તેની ટીમના
પીઆઈ આરએ ડોડીયા સહિતનો સ્ટાફ આજે જામનગર આવી પહોચ્યો હતો. જામનગર ખાતે જીલ્લા
પોલીસ અધિક્ષક શરદ સિંઘલએ
આઈજીનું સ્વાગત કરી સત્કાર્યા હતા. ત્યારબાદ આઈજી અને સ્થાનિક પોલીસ અધિકારીઓ
વચ્ચે જીલ્લાની સ્થિતિ અને પોલીસની કામગીરી અંગે ચર્ચાઓ કરી ખાસ આજે રમજાન ઈદ
નિમિતે શહેરના મુસ્લિમ બિરાદરો સાથે મળી મુબારકબાદી પાઠવી હતી.
Comments
Post a Comment