જોડિયા : વધુ એક રેતી ચોરી કૌભાંડ પકડાયું, ૧૧ ટ્રેક્ટર કબજે
જામનગર : જોડિયા પંથકમાં અવારનવાર ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે આજે જોડિયા તાલુકાના બાદનપર અને કુંન્નડ ગામ વચ્ચે આવેલી નદીમાંથી ગેરકાયદેસર રેતીની ચોરી પર જામનગર ખાણ ખનીજ અને જોડીયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડીપી ચુડાસમા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો અને રેતી ચોરી કરતા 11 ટ્રેક્ટર અને એક લોડર ઝડપી લીધું હતું.
જોડિયા તાલુકાના બાદનપર અને કુંન્નડ ગામ વચ્ચે આવેલી
નદીમાંથી ગેરકાયદેસર રેતીની ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. આ અંગે
ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખની ફરિયાદ બાદ આજે કાર્યવાહી કરાઇ હતી. આજે
જામનગર ખાણ ખનીજ અને જોડીયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડીપી ચુડાસમા સહિતના સ્ટાફે
સ્થળે દરોડો પાડયો હતો, જેમાં
રેતીની ચોરી કરતા 11 ટ્રેક્ટર
અને એક લોડર ઝડપી લીધું હતું. આ અંગે ખાણ-ખનીજ વિભાગે અને પોલીસ ખાતે વધું તપાસ
હાથ ધરી છે.
Comments
Post a Comment