કોરોના : ફર્નેશ મસીનમાં વેઈટીંગ, મૃતકોને લાકડાથી અગ્નિદાહ
જામનગર શહેર-જિલ્લામાં કોરોનાથી મૃત્યુદરમાં વધારો થતાં નોનકોવિડ મૃતદેહોના અગ્નિ સંસ્કાર માટે પણ મુશ્કેલી ઉભી થઇ છે. હિન્દુ ધર્મ મુજબ શબના અંતિમ સંસ્કાર જમીનથી ઉપર લોખંડની ફર્નેશ એટલે કે લોખંડના ટેકા ઉપર રાખીને પૌરાણિક રીતે કરવામાં આવે છે. હાલ કોરોનાના કારણે મૃત્યુદર વધ્યો છે ત્યારે સ્મશાનની ઈલેક્ટ્રીક તેમજ લાકડાની ફર્નેશ ટૂંકી પડી રહી છે. સ્મશાનમાં હાલ 2 ઈલેક્ટ્રીક ફર્નેશ કાર્યરત છે, જેમાં સતત કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોના અગ્નિ સંસ્કાર થતાં રહે છે. આદર્શ સ્મશાનગૃહમાં લાકડાની 3 ફર્નેશ છે પણ શુક્રવારે એ ત્રણેય ફર્નેશમાં પણ મૃતદેહો હતાં અને અંતિમ સંસ્કાર માટે વૃદ્ધનાે ચોથો મૃતદેહ પણ આવ્યો હતો આથી તેને જમીન પર લાકડા ગોઠવીને અગ્નિદાહ આપવો પડયો હતો.
Comments
Post a Comment