જામનગર : બાગાયત વિભાગની મહિલા તાલીમાર્થીઓ સ્ટાઇપેન્ડ મેળવવા આઇ.ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે

 


જામનગર : જામનગર જિલ્લાના તમામ તાલુકાઓ તેમજ ગ્રામ્યકક્ષાએ સર્વે મહિલા નાગરિકોને  જણાવવાનું કે, ચાલુ વર્ષ ૨૦૨૧માં સરકારશ્રી દ્વારા મહિલા તાલીમાર્થીઓને વૃતિકા (સ્ટાઇપેન્ડ)આપવાનું નિશ્ચિત કરવામાં આવેલ છે. આ યોજનામાં મહિલાઓને વિવિધ ફળો અને શાકભાજીને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય તેવી પરિરક્ષિત બનાવટો જેમકે, જામ, જેલી, સોસ, કેચઅપ, મુરબ્બા, અથાણાઓ, શરબત, સ્કવોશ, કોર્ડિયલ, સિરપ, સુકવણી,ચોકલેટ, માર્માલેડ, નેક્ટર વગેરે જેવી વાનગીઓ બનાવવાની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે.

આ તાલીમનો સમયગાળો ૨ દિવસ (૧૪ કલાક) અને ૫ દિવસ (૩૫ કલાક)નો રહેશે અને પ્રતિદિન રૂ. ૨૫૦/- લેખે વૃતિકા(સ્ટાઇપેન્ડ) આપવામાં આવશે. આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લેનાર મહિલાઓને બાગાયત વિભાગ દ્વારા તાલીમી સર્ટીફિકેટ પણ એનાયત કરવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક મહિલા તાલીમાર્થીઓને વૃતિકા(સ્ટાઇપેન્ડ) મેળવવા માટેની ઓનલાઇન અરજીઓ આઇ.ખેડૂત પોર્ટલ પર તા.૩૧-૦૧-૨૦૨૨ સુધી અરજી કરી અરજીની પ્રીન્ટ નકલ સાથે સાધનિક કાગળ જેવા કે આધારકાર્ડ, રેશન કાર્ડ અને બેંક પાસબુકની નકલ રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૂમ નં. ૪૮, સુભાષ પુલ પાસે, જામનગર ફોન નં.૦૨૮૮-૨૫૭૧૫૬૫ ખાતે પહોંચતી કરવા નાયબ બાગાયત નિયામકશ્રી, જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે.

Comments

Popular posts from this blog

આવતી કાલથી હાલાર સહિત સૌરાષ્ટ્રના આ રેલ્વે સ્ટેશન પરથી રીજર્વેશન-રીફંડ સેવા શરુ..

જામનગર : જિલ્લા અને છ તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર

જામનગર મહાનગરનો મહાજંગ : આ ૯૯ ઉમેદવારો ભાજપ-કોંગ્રેસનું ચિત્ર બગાડશે