જામનગર : કિડનીની બીમારીનો ઉપચાર આયુર્વેદ પંચકર્મ, અહી કરાવો નિ:શુલ્ક સારવાર
જામનગર : હાલના સમયમાં અનેક કારણોથી કિડનીના રોગોનું પ્રમાણ વધ્યું છે. કિડનીના રોગના દર્દીઓ તથા જેને ૧૫ વર્ષથી ઉપર ડાયાબિટીસ કે બ્લડપ્રેશરની બીમારી હોય અને પગમાં સોજા રહેતા હોય તથા પેશાબનું પ્રમાણ ઘટયું હોય અને લોહીમાં ક્રીએટીનીનનું પ્રમાણ ત્રણ મહિના કે તેથી વધુ સમય થયા વધેલું હોય તેવા દર્દીઓ માટે તા.૧ થી ૪ ઓકટોબર ૨૦૨૧ (મંગળવારથી શુક્રવાર) સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ અને સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાક દરમિયાન ઓપીડી નં. ૧૪, નવી આયુર્વેદિક હોસ્પિટલ બિલ્ડીંગ(I.T.R.A), રિલાયન્સ મોલ સામે, જામનગર ખાતે નિશુલ્ક નિદાન અને પંચકર્મ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પનો વધુમાં વધુ દર્દીઓને લાભ લાભ લેવા ડો. રેમ્યા કુટ્ટન, એમ.ડી આયુર્વેદ, આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.
Comments
Post a Comment