દ્વારકા : ભાજપાએ પ્રથમ ૧૬ ઉમેદવારોની યાદી જાહેર કરી, વડત્રા અને ભાડથર બેઠક પર મોટા માંથાઓ વચ્ચે ફાઈટ ?
જામનગર : આખરે દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયતના ઉમેદવારોને બીજેપીએ પણ જાહેર કરી દીધા છે. વડત્રા અને ભાડથર સહિતની છ બેઠકને બાદ કરતા અન્ય ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં ભાટિયા બેઠક પર સતવારા સમાજના મૂળ કોંગ્રેસી વિઠ્ઠલ સોનગરા અને વિવાદિત લાંબા બેઠક પર રણમલ માડમને ઉતારવામાં આવ્યા છે. જયારે વડત્રા અને ભાડથર બેઠક પર કદાવર નેતાઓ વચ્ચે ફીટીંગ જામી હોવાથી ન કોંગ્રેસે પહેલ કરી છે ન ભાજપાએ, સાંજ સુધીમાં કોંગ્રેસની યાદી પણ સામે આવી જશે.. જામનગર બાદ દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયતની ૨૪ બેઠકો પૈકી ૧૯ બેઠકોમાં ભાજપાએ ઉમેદવારો જાહેર કર્યા છે. જો કે વડતરા અને ભાડથર બેઠક અને બજાણા તેમજ હર્ષદપુર, કલ્યાણપુર અને વેરાડ બેઠકને બાકી રાખવામાં આવી છે. બજાણા બેઠક પર બંને પક્ષના બે આહીર ઉમેદવાર તેમજ ભાડથર બેઠક અને વડત્રા બેઠક પર પણ આવા જ સમીકરણો સામે આવી રહ્યા છે. જેને લઈને બંને પક્ષ દ્વારા હજુ સુધી ઉમેદવારી જાહેર કરવામાં આવી નથી. પરંતુ વળતરા બેઠક પર કોંગ્રેસ પોતાના ધારાસભ્ય વિક્રમ માડમના પુત્ર અને ભાજપ પૂર્વ ધારાસભ્ય કારુભાઈ ચાવડાને ઉતારે તેવી શક્યતા છે.