Posts

Showing posts from March, 2021

અરેરાટી : જામનગરની ભાગોળે ટ્રકની ઠોકરે ચડેલ બાઈક સવાર દંપતી ખંડિત, મહિલાનું મોત

Image
  જામનગર : જામનગર નજીક લાલપુર રોડ પર ઠેબા બાયપાસ પાસે સપ્તાહ પૂર્વે પુર ઝડપે દોડતા ખટારાએ મોટરસાયકલને ઠોકર મારી નીપજાવેલ અકસ્માતમાં બાઇક પાછળ બેઠેલ મહિલાનુ શરીરે ગંભીર ઇજા પહોચતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજયુ છે. મૃતક મહિલા તેના પતિ સાથે મોટરસાયકલ પર બેસી વસઇથી રાજકોટ જીલ્લાના કંડોરણા તાલુકાના બરડીયા ગામે જઇ રહયા હતા ત્યારે માર્ગમાં અકસ્માતનો ભોગ બન્યા હોવાનું પોલીસમાં જાહેર થયું છે.   આ બનાવની વિગત મુજબ, જામનગર નજીક વસઇમાં રહેતા નારૂભા તખુભા જાડેજા નામના વૃધ્ધ પોતાનું મોટર સાયકલ લઇ તેના પત્ની જનકબા(ઉ.વ. 58) ને બેસાડીને શુક્રવારે સવારે ઘરેથી કંડોરણા તાલુકાના બરડીયા ગામે જવા માટે નિકળ્યા હતા. દરમિયાન આ બાઇક જામનગરની ભાગોળે ઠેબા બાયપાસ પાસેથી પસાર થઇ રહયુ હતુ ત્યારે પુરઝડપે દોડતા ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઇક સવાર મહિલા નીચે પટકાતાવ્હીલ ફરી વળ્યુ હતુ જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા જનકબાને તુરંત સારવારમાં જી.જી. હોસ્પીટલમાં લઇ જવાયા હતા.જયાં તેનુ મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવના પગલે ચાલક ટ્રક મુકીને નાશી છુટયાનુ જાહેર થયુ છે.આ અંગે નારૂભા જાડેજાની ફરીયાદ પરથી પોલીસે ટ્રક ચાલક સ...

જામનગર : એ મોટર સાયકલની ચોરી ટેણીયાઓએ કરી હતી

Image
  જામનગર : જામનગરમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપની ટીમે ચોરાઉ બાઇક સાથે બે સગીર સહિત ત્રણને પકડી પાડયા હતા.પકડાયેલા શખ્સે આ બાઇક પાંચ દિવસ પુર્વે શરૂ સેકશન રોડ વિસ્તારમાંથી ચોરી કર્યાની કબુલાત કરી છે. જામનગરમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપના પીઆઇ એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.વી. વિંછી અને વી.કે.ગઢવીના નેતૃત્વ હેઠળ પોલીસ ટુકડી શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને શંકાસ્પદ હાલતમાં પસાર થતા વિશાલ રાજુભાઇ ઢચા અને બે સગીરને અટકાવીને તેની પ્રાથમિક પુછપરછ હાથ ધરી હતી, દરમિયાન પોલીસ પુછપરછમાં આ બાઇક પાંચેક દિવસના સમયગાળા દરમિયાન શરૂ સેકશન રોડ પર માસ્ટર સોસાયટી પાસેથી ઉઠાવ્યાનુ ખુલ્યુ હતુ.આથી પોલીસે આરોપી વિશાલ (રે.મયુરનગર , આવાસ કોલોની , જામનગર) સહીતનાનો કબજો સીટી સી પોલીસને સોંપી દિધો હતો.પોલીસે બે સગીર સામે ધોરણસર કાર્યવાહી બાદ અન્ય આરોપીની પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કોંગ્રેસનો કેમ થયો પરાજય ? મનોમંથન

Image
  જામનગર : જામનગર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો કારમો પરાજય થતાં લોકો અને કાર્યકરોમાં કોઈ આશ્ચર્ય થયું નથી. કારણ કે , કોંગ્રેસ પહેલેથી જ નબળી દેખાતી હતી , કાર્યકરો અને નેતાઓનો અભાવ કોંગ્રેસની વધારે ઘોર ખોદી નાખી હતી જે કોંગ્રેસને પાંચ વર્ષ પહેલા જામનગર જિલ્લાના લોકોએ ખોબલે-ખોબલે મતો આપીને ભવ્ય વિજય અપાવ્યો હતો તેને આ વખતે સિંગલ ડિઝિટમાં સમેટીને તેનું સ્થાન દેખાડી દીધુ હતું. જામનગર જિલ્લા પંચાયતમાં વર્ષ 2016 માં કોંગ્રેસે જામનગર જિલ્લા પંચાયત તેમજ 6 તાલુકા પંચાયતો કબજે કરીને સોંપો પાડી દીધો હતો જે ભાજપનું નામુ નખાઈ ગયું હતું તે પાંચ વર્ષમાં મજબૂત બનીને સામે આવી. કોંગ્રેસને પાંચ વર્ષ પહેલે જ્યાં જિલ્લા પંચાયતમાં 17 સીટો મળી હતી તો આ વખતે ફક્ત 5 સીટો પર સમેટાઈ ગઈ છે. કોંગ્રેસની હારના મૂળમાં સન્નિષ્ઠ કાર્યકરોની કમી તેમજ નબળી નેતાગીરી અને લોકપ્રિય ચહેરાનો અભાવ ગણવામાં આવી રહ્યો છે. એક બાજુ ભાજપે જ્યાં પોતાના મોટા નેતાઓ અને સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા હતા ત્યારે કોંગ્રેસ કોઈપણ નેતાને જામનગર જિલ્લામાં લઈ આવી શકે તેવી સ્થિતિમાં ન હતી. એક માત્ર હાર્દિક પટેલ જે પણ મોટો નેતા ગણી ન શકા...

કાલાવડ : તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસની નજર આપ પર

Image
જામનગર : કાલાવડ તાલુકા પંચાયતની ચૂંટણીમાં એક પણ રાજકીય પક્ષને બહુમતી ન મળતાં સતાની સાંઠમારી સર્જાઇ છે. કારણ કે , કુલ 18 માંથી ભાજપને 8, કોંગ્રેસને 7 બેઠક મળતાં ખેંચતાણ શરૂ થઇ છે. આમ આદમી પાર્ટી અને અપક્ષ કોને સાથ આપશે તેના પર મીટ મંડાઇ છે. કાલાવડ તાલુકા પંચાયતમાં કુલ 18 બેઠક છે. પંચાયતમાં શાસનધૂરા સંભાળવા માટે 9 બેઠક જરૂરી છે. પરંતુ તાલુકા પંચાયતમાં ભાજપને 8, કોંગ્રેસને 7, આમ આદમી પાર્ટીને 2 અને અપક્ષને 1 બેઠક મળતા કોઇને સ્પષ્ટ બહુમતી મળી નથી. આથી પંચાયતમાં શાસન માટે ખેંચતાણ શરૂ થઇ છે. ચૂંટાયેલા સભ્યોને પોતાની સાથે રાખવા ભાજપ અને કોંગ્રેસે ગોઠવણ શરૂ કરી છે. પરંતુ આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવાર કોનો સાથ આપશે તેના પર મીટ મંડાઇ છે.  

રાવલ : ભાજપ-કોંગ્રેસ પર ભરી પડી વ્યવસ્થા પરિવર્તન પાર્ટી

Image
  જામનગર : હાલારની ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં જામરાવલ નગરપાલિકાની ચૂંટણીમાં વ્યવસ્થા પરિવર્તન પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસને પછડાટ આપી જાયન્ટ કીલર બનતા મુખ્ય રાજકીય પક્ષની છાવણીમાં ભૂકંપ આવ્યો છે. જો કે , બે નગરપાલિકા પૈકી સિકકા કોંગ્રેસ અને ખંભાળિયા ભાજપ જાળવી રાખવામાં સફળ રહી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સિકકા , ખંભાળિયા અને રાવલ નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી મંગળવારે યોજાઇ હતી. જેમાં મતગણતરીના અંતે રાવલનગરપાલિકાની કુલ 6 વોર્ડની 24 બેઠકમાંથી 12 બેઠક ચૂંટણીમાં પ્રથમ વખત ઝંપલાવનાર વ્યવસ્થા પરિવર્તન પાર્ટીને મળતા ભાજપ-કોંગ્રેસની છાવણીમાં સન્નાટો પ્રસરી ગયો હતો. રાવલ પાલિકામાં ભાજપને 8 અને કોંગ્રેસને ફકત 4 બેઠક મળી હતી. અત્રે નોંધનીય છે કે , વર્ષ- 2015 ની ચૂંટણીમાં રાવલ નગરપાલિકમાં કોંગ્રેસનું શાસન હતું. સિકકા નગરપાલિકામાં કુલ 7 વોર્ડની 28 બેઠકમાંથી કોંગ્રેસને 14 બેઠક , ભાજપને 12 અને એનસીપીને 2 બેઠક મળી હતી. ગત ચૂંટણીમાં સિકકા નગરપાલિકમાં કોંગ્રેસનો વિજય થયો હતો.

કટકીબાજ : આ કંડકટરે અધધ મુસાફરોની ટીકીટ જ ન ખીસ્સો ભરી લીધો

Image
  જામનગર : હાલારમાં એસ.ટી. બસની સેવાનાે મોટા પ્રમાણમાં મુસાફરો લાભ લઇ રહ્યા છે , જેમાં ગ્રામ્ય વિસ્તારના લોકો મોટા પ્રમાણમાં અપડાઉન કરતા હોવાથી આવાગમન રહેતું હોય છે ત્યારે એસ.ટી. વિભાગ નાના-મોટા વિવાદોમાં ઘેરાયેલું હોય છે ત્યારે તા. 2 ના જામજોધપુર ડેપોની બસના મહિલા કન્ડકટર 40 મુસાફરોની ટિકીટના પૈસા ઓળવી ગયા હતાં અને ચેકિંગ દરમિયાન પકડાઇ જતાં એસ.ટી. વિભાગમાં હડંકપ મચી જવા પામી હતી. આમા એસ.ટી વિભાગ કયાંથી ઉંચી આવે તેવા સવાલો પણ લોકોમાં ઉઠવા પામ્યા છે. જામજાેધપુર એસ.ટી. વિભાગની મોખાણાથી ભાણવડ જતી બસને જુનાગઢ ડિવિઝનની ટીમના વી.એલ. શામળા એસએસઆઇ , આર.કે. ચંદ્રાવડીયા એસએ , વી.એસ. રાવલીયા એટીઆઇ દ્વારા મોખાણાથી ભાણવડ જતી બસને ભાણવડ પાસે અટકાવી ચેકિંગની કાર્યવાહી હાથ ધરતા બસના તમામ 40 મુસાફરો પાસેથી જેતે રૂટની ટિકીટ ટીમ દ્વારા માંગવામાં આવતા તમામ મુસાફરો પાસે ટિકીટ ન હોવાનું સામે આવતા બસના મહિલા કન્ડકટર મીના એમ. મોઢવાડીયાએ મુસાફરોને ટીકીટ જ ન આપી અને ટિકીટના પૈસા પોતાની પાસે રાખી હોવાનું સામે આવતા રંગેહાથ ઝડપાઇ ગયા હતાં. આમ જુનાગઢની ટીમ દ્વારા ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવતા એસ.ટી. વિભાગ...

જામનગર: ધરાર પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરાતા સગીરાએ જાત જલાવી

Image
  જામનગર નજીક દરેડ પંથકમાં રહેતી એક સતર વર્ષીય સગીરાએ ઘરે શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા ગંભીર હાલતમાં તેને સારવાર અર્થે રાજકોટની હોસ્પીટલમાં ખસેડાઇ છે.ભોગગ્રસ્તે તેના બનેવીનો ભાણેજ ધરાર પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હોય આ પગલુ ભરી લીધાનુ પોલીસ સમક્ષ જાહેર થયુ છે. જામનગરની ભાગોળે દરેડમાં એફસીઆઇ ગોડાઉન વિસ્તારમાં રહેતી એક સતર વર્ષીય તરૂણીએ બે દિવસ પુર્વે ઘરે અગ્નિસ્નાન કરી લેતા તેને પરીજનોએ બચાવી લઇ તુરંત સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાઇ હતી.જેની જાણ પોલીસે નિવેદન નોંધવા તજવિજ હાથ ધરી હતી. વધુમાં જાણવા મળ્યા મુજબ ભોગગ્રસ્તના પિતા હયાન નથી,જયારે તેણી તથા તેની વિધવા માતા બંને દરેડ પંથકમાં તેની મોટી બેન અને બનેવી સાથે રહે છે. બનેવીનો ભાણેજ રવજી તેને તુ મારી સાથે મેરેજ કરી એમ કહી હેરાન પરેશાન કરતો હોવાનુ આ પગલુ ભરી લીઘુ હોવાનુ તેણીએ પોલીસ સમક્ષ જાહેર કર્યુ છે.આ મામલે પોલીસે નિવેદન નોંધી જાણવા જોગના આધારે વધુ તપાસ હાથ ધરી છે.