ફ્રેન્ડશીપ ડે : દોસ્તી એટલે દેવું, લેવું નહીં, દોસ્તી એટલે લાગણી, એ પણ માગણી વગરની
દર વર્ષે ઓગસ્ટ મહિનાનાં પહેલા રવિવારે ' વિશ્વ દોસ્તી દિવસ ' ઉજવવામાં આવે છે. દોસ્તીની વાત આવે તો સૌથી પહેલાં આપણને બાળપણની જ યાદ આવે જ્યારે આપણે કોઇ પણ ચિંતા કર્યા વગર મિત્રો સાથે મળીને તેમની સાથે મસ્તી કર્યા કરતા. ક્યારેક પતંગબાજી , ક્યારેક અંતાક્ષરી તો ક્યારેક અલગ-અલગ પ્રકારની રમત રમતા. પરંતુ જેમ જેમ મોટા થઇએ તેમ બાળપણનાં દોસ્ત જાણે ખોવાઇ જાય છે. બધા પોતાના કામમાં વ્યસ્ત થઇ જાય અને હવે માંડ એવું શક્ય બનતું હોય છે કે બાળપણાનાં મિત્ર મોટા થયા બાદ મળી શકતા હોય. જો કે કોરોના કાળમાં ગેટ ટૂ ગેધરથી બચવું જ યોગ્ય છે. ફ્રેન્ડશિપ ડે નો ઉદ્દેશ્ય પોતાના મિત્ર પ્રત્યે સ્નેહ અને આભાર વ્યક્ત કરવાનો છે જે મુશ્કેલ ઘડીમાં તમારો હંમેશા સાથ આપતા હોય છે. કહેવાય છે કે ફ્રેન્ડશિપ ડે પ્રથમ વખત ૧૯૫૮માં પરાગ્વેમાં ' આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ ' ના રૂપમાં મનાવવાની રજૂઆત કરવામાં આવી હતી. જો કે , ત્યારબાદ આ માત્ર ગ્રીટિંગ કાર્ડ લેવા અને દેવા પુરતું જ રહી ગયું. ભારતમાં ફ્રેન્ડશિપ ડે પર ઘણા લાંબા સમયથી ફ્રેન્ડશિપ બેન્ડનું પ્રચલન છે. ફ્રેન્ડશિપ ડે ના દિવસે લોકો એકબીજાને ફ્રેન્ડશિપ બેન્ડ પહેરા...