Posts

Showing posts from September, 2021

જામનગર : કિડનીની બીમારીનો ઉપચાર આયુર્વેદ પંચકર્મ, અહી કરાવો નિ:શુલ્ક સારવાર

Image
  જામનગર : હાલના સમયમાં અનેક કારણોથી કિડનીના રોગોનું પ્રમાણ વધ્યું છે. કિડનીના રોગના દર્દીઓ તથા જેને ૧૫ વર્ષથી ઉપર ડાયાબિટીસ કે બ્લડપ્રેશરની બીમારી હોય અને પગમાં સોજા રહેતા હોય તથા પેશાબનું પ્રમાણ ઘટયું હોય અને લોહીમાં ક્રીએટીનીનનું પ્રમાણ ત્રણ મહિના કે તેથી વધુ સમય થયા વધેલું હોય તેવા દર્દીઓ માટે તા.૧ થી ૪ ઓકટોબર ૨૦૨૧ (મંગળવારથી શુક્રવાર) સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ અને સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાક દરમિયાન ઓપીડી નં. ૧૪ , નવી આયુર્વેદિક હોસ્પિટલ બિલ્ડીંગ( I.T.R.A), રિલાયન્સ મોલ સામે , જામનગર ખાતે નિશુલ્ક નિદાન અને પંચકર્મ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પનો વધુમાં વધુ દર્દીઓને લાભ લાભ લેવા ડો. રેમ્યા કુટ્ટન , એમ.ડી આયુર્વેદ , આયુર્વેદ યુનિવર્સિટી , જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.

જામનગર : કિચન ગાર્ડન બનાવવો છે ? સરકાર આપશે આ સુવિધા

Image
  જામનગર જિલ્લાના દરેક નાગરિક પોતાના ઘરની આસપાસ ઘર આંગણે કિચન ગાર્ડનમાં વિવિધ પ્રકારના શાકભાજી (ભીંડો , ટમેટા , રીંગણા , મરચા , ગુવાર , વાલોળ , પાપડી , ચોળી , તુરીયા , ગલકા , દુધી , કારેલા વિગેરે) ઉગાડીને રસોઇકામના ઉપયોગમાં લઇ શકે તે હેતુથી બાગાયત વિભાગના કિચન ગાર્ડન દ્રારા ઘર આંગણે શાકભાજી ઉગાડવા માટેના સુધારેલા બીયારણો તથા સેન્ટ્રીય/ ઓર્ગેનિક ખાતર વેચાણ માટે ઉપ્લબ્ધ છે. રસ ઘરાવતા નાગરિકોએ કચેરીના સરનામે નાયબ બાગાયત નિયામકની કચેરી , જિલ્લા સેવા સદન- ૪ પ્રથમમાળ , રૂમ નં. ૪૮ , સુભાષ પુલ પાસે , જામનગર ફોન નં. (૦૨૮૮)૨૫૭૧૫૬૫ પર રૂબરૂ સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક જામનગરની યાદીમાં જણાવવામાં આવે છે.

જામનગર : બાગાયત વિભાગની મહિલા તાલીમાર્થીઓ સ્ટાઇપેન્ડ મેળવવા આઇ.ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે

Image
  જામનગર : જામનગર જિલ્લાના તમામ તાલુકાઓ તેમજ ગ્રામ્યકક્ષાએ સર્વે મહિલા નાગરિકોને  જણાવવાનું કે , ચાલુ વર્ષ ૨૦૨૧માં સરકારશ્રી દ્વારા “ મહિલા તાલીમાર્થીઓને વૃતિકા (સ્ટાઇપેન્ડ) ” આપવાનું નિશ્ચિત કરવામાં આવેલ છે. આ યોજનામાં મહિલાઓને વિવિધ ફળો અને શાકભાજીને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય તેવી પરિરક્ષિત બનાવટો જેમકે , જામ , જેલી , સોસ , કેચઅપ , મુરબ્બા , અથાણાઓ , શરબત , સ્કવોશ , કોર્ડિયલ , સિરપ , સુકવણી , ચોકલેટ , માર્માલેડ , નેક્ટર વગેરે જેવી વાનગીઓ બનાવવાની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે. આ તાલીમનો સમયગાળો ૨ દિવસ (૧૪ કલાક) અને ૫ દિવસ (૩૫ કલાક)નો રહેશે અને પ્રતિદિન રૂ. ૨૫૦/- લેખે વૃતિકા(સ્ટાઇપેન્ડ) આપવામાં આવશે. આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લેનાર મહિલાઓને બાગાયત વિભાગ દ્વારા તાલીમી સર્ટીફિકેટ પણ એનાયત કરવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક મહિલા તાલીમાર્થીઓને વૃતિકા(સ્ટાઇપેન્ડ) મેળવવા માટેની ઓનલાઇન અરજીઓ આઇ.ખેડૂત પોર્ટલ પર તા.૩૧-૦૧-૨૦૨૨ સુધી અરજી કરી અરજીની પ્રીન્ટ નકલ સાથે સાધનિક કાગળ જેવા કે આધારકાર્ડ , રેશન કાર્ડ અને બેંક પાસબુકની નકલ રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી , જ...

જામનગર : રોડ સાઈડમાં ફળો તથા બાગાયત પેદાશોનું વેંચાણ કરતાં ફેરિયાઓ વિનામૂલ્યે છત્રી/શેડ કવર મેળવવા અરજી કરી શકશે

Image
  જામનગર : જામનગર જિલ્લાના તમામ તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ ફળ , ફુલ , શાકભાજી તથા નાશવંત બાગાયત-કૃષિ પેદાશોનું વેચાણ કરતા રોડ સાઈડ પાથરણાવાળા , લારીવાળા ફેરીયાઓને તેમજ નાના વેચાણકારોને ચાલુ વર્ષ ૨૦૨૧ માં બાગાયત વિભાગની વિના મુલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવા માટેની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના હેઠળ કુટુંબ દીઠ પુખ્ત વયની એક વ્યક્તિને જ લાભ મળવાપાત્ર થશે. છત્રી મેળવવા માંગતા અરજદારોએ આઈ-ખેડુત પોર્ટલ પર તા. ૧૫ ઓકટોબર ૨૦૨૧ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજદારશ્રીએ ઓનલાઈન અરજી કર્યા બાદ તેની પ્રીન્ટ આઉટ નકલમાં સહી કરી સાથે આધારકાર્ડ અને રેશનકાર્ડની નકલ તથા સંબંધિત ગ્રામ્ય વિસ્તાર માટે જે તે ગ્રામ સેવક/ તલાટી કમ મંત્રીનો દાખલો તથા શહેરી વિસ્તાર માટે જે તે અર્બન લાઇવલી હુડ મિશનનો ફળ , ફુલ , શાકભાજી કે કૃષિ પેદાશોનું વેચાણ કરતા હોવા અંગેનો દાખલો કે ઓળખપત્ર સહિતની અરજી નાયબ બાગાયત નિયામકની કચેરી , જિલ્લા સેવા સદન-૪ , પ્રથમ માળ , રૂમ નં. ૪૮ , સુભાષ પુલ પાસે , જામનગર ફોન નં.૦૨૮૮-૨૫૭૧૫૬૫ ખાતે તાત્કાલિક પહોંચતી કરવા જણાવવામાં આવે છે.

જામનગર : કમલમ ફળ(ડ્રેગન ફ્રુટ)નું વાવેતર કરો અને સરકારી યોજનાનો લાભ લ્યો, અરજી કરવાની છેલ્લી તારીખ છે આ

Image
  જામનગર :   જામનગર જિલ્લાના તમામ ખેડુતોને જણાવવાનું કે , ચાલુ વર્ષે ૨૦૨૧માં બાગાયત વિભાગની ડ્રેગન ફુટ/કમલમ ફુટ/પિતાયા ફુટ વાવેતરની સહાય યોજનાનો લાભ લેવા માટે સરકારશ્રી દ્વારા ખુલ્લા મુકવામાં આવેલ આઇ.ખેડુત પોર્ટલ ઉપર તા.૩૦-૦૯-૨૦૨૧ સુધીમાં ઓનલાઇન અરજીઓ કરી જરૂરી સાધનીક કાગળો જેવા કે અરજીની પ્રિન્ટ નકલ , ૭-૧૨ , ૮-અ , જાતિના દાખલા (અનુસુચિત જાતિ માટે) , આધારકાર્ડ , રેશન કાર્ડ , બેન્ક બચત ખાતાની નકલ સાથેની અરજીઓ નાયબ બાગાયત નિયામકની કચેરી , જિલ્લા સેવા સદન-૪ , પ્રથમ માળ , રૂમ નં.૪૮ , સુભાષ પુલ પાસે , જામનગર ફોનનં. ૦૨૮૮- ૨૫૭૧૫૬૫ ઉપર તાત્કાલીક પહોંચતી કરવા નાયબ બાગાયત નિયામક જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે.

રાજ્યના ૬ જિલ્લા ઓરેન્જ એલર્ટ, ૨૦ જિલ્લામાં યલો, તમારો જિલ્લો ક્યાં લીસ્ટમાં છે ? જાણો

Image
  રાજ્યમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 190 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં પોરબંદર, અમદાવાદ, જૂનાગઢ, સાબકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં 30 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. જેમાં સૌથી વધુ ડાંગ, સોજિત્રા, વડોદરા, તારાપુર, આંકલાવ અને ધોળકામાં 10 મિમી કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 28.24 ઈંચ વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં થયો છે. જ્યારે કચ્છ અને ઉત્તરગુજરાતના કેટલાક વિસ્તારો હજી કોરા ધાકોર છે. સાઇક્લોનિક સર્ક્યુલેશનને પગલે આજે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ, મહેસાણામાં અતિભારે વરસાદ માટેનું ઓરેન્જ એલર્ટ, જ્યારે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર- સોમનાથ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં ભારે વરસાદ માટેનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ...

અપરાધ : પ્રેમિકાને બ્લેક મેઈલ કરી નરાધમે પૈસા પડાવ્યા, ફરિયાદ દાખલ

Image
  જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી 17 વર્ષની કિશોરીને યુવકે પ્રેમજાળમાં ફસાવી સોશિયલ સાઈટના માધ્યમથી તેના અર્ધનગ્ન ફોટા મેળવ્યા બાદ તેને બ્લેકમેઇલ કરીને અન્ય મિત્ર સાથે મળી 50 હજાર રૂપિયા પડાવી લીધા હતા. સતત બ્લેકમેઇલને કારણે કિશોરી ઘરેથી ગુમ થયા બાદ મળી આવતાં તેણે પરિવારને તમામ હકીકત જણાવતાં ગુનો નોંધાવ્યો હતો. જહાંગીરપુરામાં રહેતી 17 વર્ષીય અમિતા (નામ બદલ્યું છે) ધો.12માં અભ્યાસ કરે છે. સપ્ટેમ્બર 2019માં સોશિયલ સાઇટ પર અમિતાની મિત્રતા આરોપી ધ્રુવ પ્રકાશ સુરતી (રહે. જાનકી રેસિડેન્સી, ઉગત કેનાલ રોડ, જહાંગીરપુરા) સાથે થઈ હતી. ત્યાર બાદ તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. સોશિયલ સાઇટ પર અમિતાએ તેનો અર્ધનગ્ન ફોટો ધ્રુવને મોકલ્યો હતો. તેના આધારે ધ્રુવે અમિતાને બ્લેકમેઇલ કરીને રૂપિયા માગ્યા હતા. તેથી ઘરમાં કોઈને પણ કહ્યા વગર પહેલા 10 હજાર રૂપિયા ધ્રુવને આપ્યા હતા. ત્યાર બાદ અમિતાએ ધ્રુવને બ્લોક કરી દીધો હતો. તેથી ધ્રુવે આરોપી કાર્તિક પરેશ સુરતી(રહે. જાનકી રેસિડેન્સી, ઉગત કેનાલ રોડ, જહાંગીરપુરા)ની આઈડી પરથી અમિતાનો સંપર્ક કરી બ્લેકમેઇલ કરી બીજા 15 હજાર પડાવ્યા હતા. અમિતાએ પરેશને પણ બ્લોક કરી ...