Posts

Showing posts from May, 2020

હાલાર સહિત સૌરાષ્ટ્ર પરથી અરબી સમુદ્રનો ખતરો ટળ્યો

Image
જામનગર : અરબી સમુદ્રમાં ઉદભવેલ ચક્રવાત આગામી ચોથી તારીખે સૌરાષ્ટ્રના સાગર કિનારાને સ્પર્સ કરશે એવી આગાહી બાદ છેક વેરાવળથી દેવભૂમિ દ્વારકા સુધી ભયનું લખલખું પ્રસરી ગયું હતું. હિકા નામનું આ ચક્ર્વાત ૧૨૦ કિમીની રફતારથી સૌરાષ્ટ્રનો સાગર કિનારો પાર કરશે એવી આગાહીના પગલે લોકો સચેત થયા હતા. સાથે સાથે તંત્રએ બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવી ખતરાનો આગાઝ કર્યો હતો. જો કે લો પ્રેશર સતત સતત દિશા બદલાવી રહ્યું છે, જેને લઈને સૌરાષ્ટ્રના બંદરો પરથી ખતરો હાલ પુરતો ટળી ગયો છે. તા. ૩૧મીના બપોરબાદ ચાર વાગ્યે આ ચક્રવાત જામનગરથી ૧૦૫૮ કિમી દુર અરબી સમુદ્રમાં સ્થિર થયું છે. હાલ ચક્રવાતની જે દિશા છે તે યથાવત રહે તો જામનગર સહિતના સૌરાષ્ટ્રના બંદરો પરનો ખતરો દુર થયો છે. હવામાનનો સચોટ તાગ આપતી વિન્ડી વેબસાઈટનું માનવામાં આવે તો આગામી તા. ત્રણ અને ચારના રોજ વાવાજોડુ રાજ્યના દક્ષીણ વિભાગના સુરત અને વલસાડ જીલ્લાઓને સ્પર્સ કરી આગળ વધશે, જો કે આ સપ્તાહમાં ચક્રવાતના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

જામનગરમાં કોરોના વાયરસના વધુ બે પોઝિટિવ કેસ

Image
જામનગરમાં આજ રોજ કોરોના વાયરસના વધુ બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ કોરોનાના કેસોની સંખ્યા ૫૪ એ પહોંચી છે. જેમાંથી ૪૨ દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. અને બે બાળકોના કોરોના વાયરસના પરિણામે મોત થયા છે. આજે રોજ જે બે પોઝિટિવ કેસ નોંધાયા તેઓ મુંબઈ આવ્યા હોવાથી સમરસ હોસ્ટેલમાં હતા જેથી અન્ય કોઈ વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા નથી. જીજી હોસ્પિટલમાં હાલ ૧૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જામનગરમાં અત્યાર સુધી જેટલા કેસ આવ્યા છે તેઓની ટ્રાવેલ હિસ્ટ્રી અન્ય જિલ્લાઓની  કે રાજ્યની હોવાથી હજુ સુધી લોકલ ટ્રાન્સમિશન ફેલાયું નથી. જે જામનગર માટે સારા સમાચાર છે. પરંતુ કોરોના થી બચવા માટે નાગરિકોએ વધુ સાવધાન અને સુરક્ષિત રહેવાની જરૂર છે.

ભારતીય ક્રિકેટ ટીમના ‘નાયક’એ કર્હ્યું પદ્મશ્રી નહી નોકરી આપો

Image
દિલ્લી : સામાન્ય રીતે આપણા દેશમાં એક ખેલાડી એક માત્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમે તો તેની કેરિયર બની જાય છે, પણ ભારતીય ક્રિકેટ ટીમનો એક એવો પહેલું પણ છે કે જ્યાં ખેલાડીઓ તો શું કેપ્ટનને પણ જીવન નિર્વાહ માટે ફાફા પડી રહ્યા છે. આ એ જ કેપ્ટન છે જેણે ભારતને બે વર્લ્ડ કપ જીતાવ્યા છે. વાત છે બ્લાઈન્ડ ક્રિકેટ જગતના કેપ્ટન શેખર નાયકની, તાજેતરમાં શેખરે દેશના રમત ગમત મંત્રીને એક પત્ર લખ્યો જેને લઈને ખળભળાટ મચી ગયો છે. પોતાની બે પુત્રી અને પત્ની સહિતના પરિવારના ભરણ પોષણ માટે હાલ સંઘર્ષ કરતો હોવાનો શેખરે ખુલાસો કરી સ્પોર્ટ્સ ક્વોટામાંથી કોઈ નોકરી આપવાની માંગણી કરી છે. મારે પદ્મશ્રી થી વધારે હાલ નોકરીની જરૂર છે એમ કહી નાયકે પોતાની હાલની સ્થિતનું વર્ણન પત્રમાં કર્યું છે. એક તરફ ભારતીય ક્રિકેટર ટીમના ખેલાડીઓને બીસીસીઆઈ અને ખેલ મંત્રાલય ભરપુર સહકાર આપી રહી છે ત્યારે નાયકના પત્રએ ફોડ પાડી દીધો છે કે સર્વાંગી ક્રિકેટ સિવાયના અન્ય ક્રિકેટ કે રમતો પ્રત્યે અનાદર કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે શેખર નાયકની કેપ્ટનસીપમાં ભારત વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૫માં ટી-ટ્વેંટી વર્લ્ડ કપ જીતી હતી. ઉત્કૃષ્ટ પ્રદર્શન અને દે...

જીલ્લા પંચાયતના અમુક બાબુઓને ‘સ્માર્ટ’ બની આચરવું હતું ૭૦ લાખનું કૌભાંડ પણ ‘ઢ’ પુરવાર થયા,

Image
જામનગર : જામનગર જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં શિક્ષણવિભાગના એક નિર્ણયને લઈને એવો તે હોબાળો થયો કે સતાધારી કોગ્રેસ જુથે ડીડીઓથી માંડી શિક્ષણ વિભાગને નીચુ જોવા ફરજ પાડી હતી. સતાધારી જૂથના હેમત ખવાએ સમગ્ર પ્રકરણ બોર્ડ સમક્ષ લઇ આવી જે તે વિભાગના અધિકારીઓ સામે પગલા ભરવાની માંગણી કરી હતી. જીલ્લામાં આવેલ સરકારી પ્રાથમિક શાળાઓને ‘સ્માર્ટ’ બનાવવા માટે એક સ્કીમ હેઠળ રૂપિયા ૭૦ લાખના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. ‘સ્માર્ટ ક્લાસ’ ની સ્કીમ અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા ટેન્ડરમાં ‘એ ટુ ઝેડ’ જરૂરિયાત સાથેનો ગ્રાફ તૈયાર કર્યો હતો. આ ટેન્ડરના નોર્મ્સ અને પ્રમાણતા અંગે જીલ્લા પંચાયતની ખરીદ કમિટીએ ‘ચકાસણી’ કરી પ્રમાણિત કર્યું હતું. ખરીદ કમિટીની મંજુરી સાથે રૂપિયા ૭૦ લાખના ખર્ચ દર્શાવતું ‘સ્માર્ટ કલાસ’ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ આ ટેન્ડરમાં દર્શાવવામાં આવેલ નોર્મ્સ એક જ પાર્ટીને ફાયદો કરાવતા હોવાનું સામેં આવતા સતાધારી જૂથ દ્વારા આંતરિક તપાસ કરવામાં આવી હતી. જેમાં શિક્ષણ વિભાગ સ્માર્ટ નહી પણ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોવાની વિગતો સામે આવી હતી. માત્ર એક જ પાર્ટીને ફાયદો થાય અન...

જામનગર : હવાઈ માર્ગે આવેલા નાગરિકો તંત્રનો સંપર્ક કરે, નહીંતર....

Image
જામનગરમાં કોરોના વાયરસ સંક્રમિત થતો અટકાવવા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યારસુધીમાં જે દર્દીઓ સામે આવ્યા છે જેમાના મોટા ભાગના દર્દીઓ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે જેને લઈને જામનગરમાં લોકલ સંક્રમણ અટકે તે હેતુથી આરોગ્ય અને પોલીસે ક્વોરેન્ટાઈન કાર્યવાહીને વધુ મહત્વ આપ્યું છે છતાં પણ બહારથી આવતા નાગરિકો પોતાની ઓળખ છુપાવી શહેરમાં આવી જતા હોવાની વિગતો સામે આવી છે જેમાં મુબઈથી ફ્લાઈટ વાટે રાજકોટ આવી જામનગરમાં આવી જતા નાગરિકો વિશેષ છે એવી બાબતો સામે આવતા પોલીસ વડા શરદ સિંઘલએ ચેતવણી આપી નાગરીકોને સામે આવવા અપીલ કરી છે અન્યથા કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. 

મદિરાલય ખુલે તો દેવાલય કેમ નહીં ? ભાવિકોનો સવાલ

Image
સમગ્ર દેશ કોરોના સામેનો જંગ લડી રહ્યો છે. દેશમાં ચોથું લોકડાઉન ચાલી રહ્યુ છે. જો કે ચોથા ચરણમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે. પરતું હજુ સુધી બંધ કરવામાં આવેલ ધાર્મિક સ્થળોને ખોલવામાં આવ્યા નથી. જેને લઈને ભક્તો-ભાવિકોની સાથે પુજારી વર્ગમાં પણ અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. વાત છે જગવિખ્યાત અને કૃષ્ણની કર્મભૂમિ દ્વારિકાની,  ઇતિહાસમાં આટલો લાંબો સમય જગતમંદિર ક્યારે બંધ રહ્યું નથી. અનેક શ્રધ્ધાળુઓ મંદિર ખોલવાની ચાતક નજરે રાહ જોઈ રહયા છે. હાલ મંદિર પરિશર ભાવિકોની રાહમાં ભેકાર ભાસી રહ્યું છે. કોરોના સામે કોઈ દવા કે વેક્સીન શોધવામાં આવી નથી ત્યારે કાળીયા ઠાકરના ચરણોમાં શ્રધ્ધા રાખી આ દુખ દર્દનાં ઈલાજ માટે પ્રાર્થના થઇ સકે તેવી સરકારે વ્યવસ્થા કરવી જોઈએ એમ ભાવિકોએ મત દર્શાવ્યો છે. અંતે તમામ દરવાજા બંધ થઈ જાય, મેડિકલ સાયન્સ પણ દર્દીને સ્વસ્થ કરવામાં નાકમિયાબ નીવડે ત્યારે તબીબી જગત પણ પ્રભુ શરણ અનુસરવાની વાત કરે છે. જ્યાં અનુસાશનને પ્રાધાન્યતા આપવામાં આવે છે એવા મંદિરો પ્રથમ ખોલવા જોઈએ નહી કે મદિરાલયો આવા વેધક તર્ક સાથે દ્વારકાવાશીઓ પણ મંદિર ખોલવામાં આવે એમ ઈચ્છી રહ્યા છે.

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંદીપ પાત્રા કોરોનાગ્રસ્ત ?

Image
ન્યુ દિલ્લી : ભારતીય જનતા પાર્ટીના પ્રવકતા સંદીપ પાત્રાની તબિયત એકાએક લથડતા તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. શરદી અને સામાન્ય તાવ આવ્યો હોવાથી સંદીપ પાત્રાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ પ્રસાશને પાત્રાના જરૂર જણાયે નમુના લઇ કોરોના ટેસ્ટ કરશે એમ જાણવા મળ્યું છે. ભાજપના સ્ટાર પ્રવક્તા બીમાર પડી જતા ભાજપમાં થોડી ચિંતા વધી છે.  મૂળ ઓરિસ્સાના વતની એવા પાત્રા ખુદ એક ડોક્ટર છે, વર્ષ ૨૦૦૩માં યુપીએસસીની કમ્બાઈન્ડ મેડીકલ સર્વિસ પરીક્ષા પાસ કરી તેઓ દિલ્લીની હિંદુરાવ હોસ્પિટલમાં મેડીકલ ઓફિસર તરીકે જોડાયા હતા. ત્યારબાદ તેઓ બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા બન્યા હતા. ઉલ્લેખનીય છે સંદીપ પાત્રા ગત વર્ષે યોજાયેલ લોકસભાની સામાન્ય ચુંટણીમાં પૂરી લોકસભા બેઠકમાં ઉમેદવાર તરીકે લડ્યા હતા. જો કે તેઓની બુજુ જનતા દળના પીનાકી મિશ્ર સામે હાર થઇ હતી. બીજી તરફ દેશમાં કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ લેતું નથી. આજની સ્થિતિની વાત કરવામાં આવે તો કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા એક લાખ ૫૮ હજાર ઉપર ચાલી ગઈ છે. જેમાના સાડા ચાર હજારથી વધુ દર્દિઓના મૃત્યુ થઇ ચુક્યા છે.

જામનગર : વતન પહોચેલા શ્રમિકોએ તંત્ર પર કરી પ્રસંશાના પુષ્પોની વર્ષા

Image
કોરોના સંક્રમણ સામે દેશ ઝઝૂમી રહ્યો છે. સરકાર, પ્રશાસન અને નાગરિકો તમામ વૈશ્વિક મહામારી સામે જંગ લડી રહ્યા છે. છેલ્લા બે માસ ઉપરાંતથી આ મહામારીને નાથવા દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. એક થી ત્રણ તબક્કાના લોકડાઉન દરમિયાન દેશભરમાં તમામ રોજગાર-ધંધા અને જનવ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. આ સ્થિતિને તમામ વર્ગને નકારત્મ અસર થઇ હતી. જેમાં જામનગર શહેર સહિત રાજ્યભરમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોમાં વધારે અસર જોવા મળી હતી. અમુક ખેત મજુરો અને કારખાનાઓમાં કામ કરતા શ્રમિકો તો લોકડાઉનના પ્રથમ તબક્કામાં જ પગપાળા વતનની વાટે ચાલ્યા હતા. જેમ જેમ  લોકડાઉન લંબાતું ગયું તેમ તેમ રાજયમાં પરપ્રાંતીય શ્રમિકો ઘરની બહાર આવી રાયોટીંગ કરવા લાગ્યા, સુરત અને અમદાવાદમાં થયેલ દેખાવો અને ત્રુટક હિંસાત્મક બનાવો બાદ આ આગ રાજકોટ સુધી પહોચી ગઈ, જેને લઈને જામનગર પ્રસાસનમાં ક્યાંક ને ક્યાંક શ્રમિકોનો રોષ મેદાને ન આવે તેની ચિંતા થવા લાગી હતી. કલેકટર રવિ શંકર, ડીડીઓ વિપિન ગર્ગ, કમિશનર સતીશ પટેલ, એસપી શરદ સિંઘલ સહિતની વહીવટી અને પોલીસ ટીમ દ્વારા કેન્દ્ર-રાજય અને જે તે રાજ્ય (શ્રમિકોના રાજ્યો)ની સરકારો સાથે તુરંત ચર્ચાઓ કરી તમામને...

તમે ક્વોરેન્ટાઈ છો ? નિયમ ભંગ ન કરશો, તમારી ઉપર છુપી નજર છે...

Image
જામનગર : કોરોના વાયરસની મહામારીએ ભારતમાં પણ ગંભીર રૂપ ધારણ કરી લીધું છે. જામનગર જિલ્લામાં પણ બહારથી આવેલ લોકોમાં વધુ પોઝીટીવ કેસ જોવા મળ્યા છે ત્યારે જામનગર જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ ન વધે તે અનુસંધાને હોટેલ, રેસ્ટોરન્ટ તથા ભીડભાડવાળી જગ્યાઓ પર ચેકિંગ કરી લોકોને ભીડમાં ન રહેવા તેમજ કોરોના વાયરસ સંબંધી તકેદારી રાખવાના ભાગરૂપે સરકાર દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન મુજબ સાવચેતી રાખવા અને જાહેર સ્થળો પર લોકોને અનઅધિકૃત રીતે એકઠા ન થવા તેમજ હોમ ક્વોરેન્ટાઇન વ્યક્તિએ નિયમોનું  કડકપણે પાલન કરવા અંગેનું જામનગર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી લોકોને જણાવવામાં આવ્યું છે. લોકડાઉનની સુચારૂ રૂપે અમલવારી કરાવવા માટે જામનગર પોલીસ અધિક્ષક શરદ સિંઘલ અને એ.એસ.પી સફીન હસન તથા નાયબ પોલીસ અધિક્ષક એ.પી.જાડેજાના માર્ગદર્શન મુજબ જામનગર પોલીસ એલર્ટ સીટીઝન એપ્લિકેશન બનાવવામાં આવી છે. આ એપ્લિકેશન દ્વારા હોમક્વોરેંટાઇન કરેલ વ્યક્તિઓ પર ડિજિટલ સર્વેલન્સ રાખવામાં આવશે. હોમ ક્વોરેંટાઇન કરેલ કોઈ વ્યક્તિ પોતાના ઘરની બહાર નીકળે અને ઘરથી દૂર જાય તો તે બાબતનો રિપોર્ટ એપ્લિકેશનમાં જનરેટ થાય ...

જામનગર : ઇ-બેન્કિંગ છેતરપિંડીનો ભોગ બન્યા છો ? હતાશ થશો નહિ, પોલીસ કરશે મદદ..

Image
જામનગર જીલ્લામાં સાયબર ક્રાઇમના ગુન્હાઓ શોધવા તથા અટકાવવા માટે પોલીસ અધિક્ષક શરદ સિંધલે સાયબર ટિમને સૂચના આપી હતી. જેમાં અમુક શખ્સોએ કોવીડ -૧૯ ના લોકડાઉન દરમ્યાન જામનગરના જ ત્રણ અરજદાર પાસેથી ડેબીટકાર્ડ નંબર તથા ઓટીપી મેળવી તેના બેંક એકાઉન્ટમાંથી રૂ .૧,૪૮,૪૦૦ રકમ બારોબારથી ઉપાડી લઈ છેતરપીંડી કરેલ હતી તથા બીજા ત્રણ નાગરિકોના અનઓથોરાઇઝડ ટ્રાન્ઝકશનથી રૂ. ૪૭,૫૦૯ એમ મળી છ અરજદારના કુલ રૂપિયા ૧,૯૫,૯૦૯ ઉપાડી લીધા હતા. જે અનુસંધાને ડીવાયએસપી કુણાલ દેસાઇ તથા સાયબર ક્રાઇમ સેલ ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર યુ.એચ.વસાવાના માર્ગદર્શન હેઠળ સાયબર  સેલ જામનગરએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં જે શખ્સોએ છેતરપિંડી કરી છે તેઓના એકાઉન્ટની માહિતી માટે જરૂરી બેંકને રિપોર્ટ કરી ફ્રોડમાં ગયેલ નાણા હોલ્ડ કરાવી જરૂરી પત્રવ્યવહાર કર્યો હતો. જેને લઈને છ અરજદારના કુલ રૂ .૧,૯૫,૯૦૯ અરજદારના બેંક એકાઉન્ટમાં પરત જમા થયા હતા. આમ જામનગર સાયબર સેલ દ્વારા વધુ એક વખત ઉત્કૃષ્ટ કામગીરી કરી છે.

ખંભાળિયા : પિતરાઈ ભાઈ નહિ, પતિ જ પત્નીનો હત્યારો નીકળ્યો..

Image
દેવભૂમિ  દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે પિતરાઈ ભાઈના હાથે થયેલ બહેનની કથિત હત્યામાં નવો વળાંક આવ્યો છે. શહેરના જડેશ્વર રોડ પર આવેલ સોનલમાતાના મંદિર પાસે રહેતા અને છૂટક મજુરી કામ કરતા સુનીલ વીરસિંગ પાડવી નામના યુવાનની પત્ની મીરા પર તેની પાસે જ રહેતા તેના પિતરાઈ ભાઈ દશરથએ ગઈ કાલે પૈસાની લેતીદેતી મામલે હુમલો કર્યો હતો. જેમાં દશરથે મીરાનું ગળું દબાવી હત્યા નીપજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે બહાર ગયેલ સુનીલ આવી જતા દશરથ નાશી ગયો હતો. જેથી સુનીલે દશરથને પકડી પાડવા દોટ લગાવી હતી. પરંતુ તે હાથ લાગ્યો ન હતો. પાછળ આવીને સુનીલે બેસુધ્ધ પત્ની મીરાને ઠમઠોરી હતી. ગાલ અને હાથ ભાગે દાજી ગયેલ અને હાથના ભાગે ઉજરડા જેવી ઈજા પામેલ પત્નીના સ્વાસ રૂંધાઇ ગયો હોવાનું સામે આવતા યુવાને પોલીસને જાણ કરી હતી. જેને લઈને પીઆઈ દેકાવાડિયા, રાઈટર ડાડુભાઈ આહિર અને ડી સ્ટાફ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો અને મૃતકનો કબજો સંભાળી સુનીલની ફરિયાદ નોંધી હતી. જેમાં પૈસા બાબતે આરોપી ભાઈ અને બહેન  મીરા  વચ્ચે બોલાચાલી થઇ હતી ત્યાર બાદ પોતે ગાઠીયા લેવા બહાર નીકળી ગયો હતો અને પરત ફરતા આ ઘટના સામે આવી હોવાન...

ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહ પેપર રીચેકિંગની ફીમાં મોટો ઘટાડો કરાયો, જાણો

Image
ગાંધીનગર : તાજેતરમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામા આવ્યું છે. બીજી તરફ બોર્ડ દ્વારા પેપર મૂલ્યાંકન પ્રક્રિયા પણની વિધિ પણ શરુ કરી દેવામાં આવી છે. આ પ્રક્રિયાના પ્રથમ ચરણ એટલેકે પુનઃમૂલ્યાંકનના ફોર્મ અને ફી પણ ભરાઈ ગયા છે. ચાલુ વર્ષે કોરોના વાયરસ સંક્રમણના કારણે બોર્ડ ઉપરાંત અન્ય શૈક્ષણિક સત્રને પણ અસર પડી હતી. આવી સ્થિત વચ્ચે બોર્ડ દ્વારા આ વખતે પેપર મૂલ્યાંકનની ફીમાં ઘટાડો કર્યો છે. જે ફીનું ધોરણ પ્રતિ પેપર રૂપિયા ૩૦૦ હતું તે હવે માત્ર રૂપિયા ૧૫૦ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે બોર્ડ દ્વારા ૫૦ ટકા રીચેકિંગ ફી ઘટાડી દેવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ ફી ભરી ચુક્યા છે તેઓને રીફંડ આપવામાં આવશે એમ પણ બોર્ડ દ્વારા સ્પસ્ટ કરવામાં આવ્યું છે.

જેલ નહિ તો કવોરેન્ટાઇન ? સરકાર પણ ખરી છે : પાલ આંબલીયા

Image
જામનગર : પીએમ રાહત ફંડમાં ખેત જણસી જમા કરાવવા ગયેલ ખેડૂતનેતા અને ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલીયા પર થયેલ દમન અને કાનૂની કાર્યવાહી બાદ પ્રસાસને વધુ એક કાયદાકીય કોરડો ઉગામ્યો છે. દેવભૂમિ દ્વારકાથી રાજકોટ ગયેલ પાલ આંબલીયાએ પલટવાર કરી પોલીસતંત્ર સામે બાયો ચડાવી છે. આ ઘટનાક્રમમાં વળાંક ત્યારે આવ્યો જયારે પાલ આંબલીયા ત્રીજા દિવસે પોતાના પર થયેલ શારીરિક દમન અંગે પોલીસ દફતરે ફરિયાદ નોંધાવવા ગયા, ખેડૂતનેતાની કાર્યવાહી બાદ પણ પ્રસાસને વળતો હુમલો કર્યો અને તેઓના ઘરે આરોગ્ય તંત્રની ટીમ આજે પહોચી, તમે જીલ્લા બહાર ગયા છો માટે તમને હોમ ક્વોરેનટાઈન કરવામાં આવે છે. એમ કહી ટીમ દ્વારા એક બોર્ડ ખેડૂત નેતાના ઘરે ચિપકાવી ગઈ, આમ હવે પાલ આંબલીયા આગામી ચૌદ દિવસ સુધી ઘર બહાર નીકળી શકશે નહી. તંત્રની આ નીતિ અંગે આંબલિયાએ આજે જણાવ્યું હતું કે ખેત પેદાશ દાન કરવા ગયેલા ખેડૂતોને દંડાનો ઢોર મારી અમાનુષી અમાનવીય અત્યાચાર કરવામાં આવ્યો, ખેડૂત આ માર થી ચૂપ બેસી જશે એવું સરકારને લાગ્યું, અમે થયેલા અત્યાચાર સામે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા, અમારી ફરિયાદ લેવાના બદલે અરજી સ્વીકારી, એને હજુ એફઆરઆઈ તરીકે સ્વીકાર...

જામનગર જીલ્લાનું અત્યાર સુધીનું કોરોના અપડેટ

Image
જામનગર : જામનગરમાં આજે બે જીલાઓમાંથી વધુ ૯૦ નમૂનાઓ પરીક્ષણ અર્થે આવ્યા છે. જીજી હોસ્પીટલની લેબ આ નમુનાઓનું સાંજ સુધીમાં પરીક્ષણ થઇ જશે. જેમાં જામનગરના ૨૫ અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૬૫ નમૂનાઓનો સમાવેશ થાય છે. જયારે ગઈ કાલે સાંજે આવેલ ૧૫ દર્દીઓના નમૂનાઓનું પરીક્ષણ થયું છે તે તમામ નમૂનાઓ નેગેટીવ આવ્યા છે. હાલ જીલ્લામાં સમરસ હોસ્ટેલમાં ૬૧ નાગરિકો, ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૯૩૮૨ નાગરિકો સરકાર હસ્તકના ક્વોરેનટાઈન સેન્ટરમાં છે. જયારે અન્ય ૮૫ નાગરિકો પ્રાઈવેટ ક્વોરેનટાઈન સેન્ટરમાં તબીબી નિગરાની હેઠળ રાખવામાં આવ્યા છે. જયારે હાલ જીજી હોસ્પીટલમાં બનાવવામાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ૧૭ દર્દીઓ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જીલ્લાના અત્યાર સુધીના કોરોના વાયરસ સંક્રમણની વાત કરીએ તો કુલ ૫૨ દર્દીઓ નોંધાયા છે જેમાં બે બાળ દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે જયારે કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ સંપૂર્ણ સ્વસ્થ થઇ ૩૫ દર્દીઓને રજા આપવામાં આવી છે જેમના મોટાભાગના દર્દીઓનો ક્વોરેનટાઈન પીરીયડ પૂર્ણ થઇ ગયો છે.  

સરકાર હાથ ધરશે ‘ચોમાસુ’ ભરતી, થઇ જાઓ તૈયાર

Image
ગાંધીનગર  : રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન કુદરતી આપત્તિઓ જેવી કેવાવાઝોડું , પૂર અને અતિભારે વરસાદની પરિસ્થિતિમાં રાહત અને તકેદારીના પગલાં લેવા માટે રાજ્ય , જિલ્લા , તાલુકા કક્ષાએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર શરૂ કરવા આગામી ચોમાસુ -૨૦૨૦ માટે રાહત નિયામકની કચેરી , ગાંધીનગરની હંગામી મહેકમની કુલ ૬૨૮ જગ્યાઓ તા.૦૧/ ૦૬/ ૨૦૨૦ થી તા.૩૦/ ૧૧/ ૨૦૨૦ સુધી તદ્દન હંગામી ધોરણે મંજૂર કરવામાં આવે છે આ ભરતી પ્રક્રિયા અમુક શરતોને આધીન કરવામાં આવશે જેમાં, રાજ્ય રાહત નિયામકની કચેરી હસ્તકના ઈમરજન્સી ઓપરેશન માટે નાયબ કલેકટરની એક જગ્યા આંતરિક વ્યવસ્થાથી  નાયબ મામલતદાર છ જગ્યા આંતરિક વ્યવસ્થાથી તેમજ  કારકુનની બે (ફિક્સ પગાર) થી આંતરિક વ્યવસ્થાથી કે આઉટસોર્સિંગથી અને પટાવાળા કમ ડ્રાઈવરની ત્રણ જગ્યાઓ આઉટ સોર્સિંગથી ભરવાની છે. આ ઉપરાંત પટાવાળા કમ ઝેરોક્સ ઓપરેટરની ત્રણ જગ્યા પણ આઉટસોર્સથી, કોમ્પ્યુટર ઓપરેટરની પાંચ જગ્યા જીઆઈએલના પરામર્સમાં આઉટસોર્સિંગ દ્વારા ભરવામાં આવશે. હાલ સરકાર દ્વારા કુલ ૬૨૮ જગ્યાઓ મંજુર કરી છે જે સંભવત આગામી સમયમાં ભરવામાં આવશે. રાજ્યના ૩૩ જીલ્લાઓમાં જીલ્લા કક્ષાએ ઈમરજ...

અચાનક વરસાદ કે વાવાઝોડું આવી જાય તો ? કલેકટરે અધિકરીઓના કલાસ લીધા

Image
જામનગર : કલેકટર કચેરી ખાતે આગામી ચોમાસાની ૠતુમાં સંભવત: ભારે વરસાદ, વાવાઝોડાની પરિસ્થિતિ માટે સાવચેતી રૂપે પગલાં લેવા તૈયારીઓ અંગે આ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આગામી ચોમાસુ- ૨૦૨૦ દરમ્યાન અચાનક વધુ વરસાદ આવે ત્યારે શું તકેદારી રાખવી, તે ઉપરાંત જામનગર જિલ્લામાંથી પસાર થતી વિવિધ નદીઓમાં અચાનક પાણીની માત્રા વધે ત્યારે શું તેકદારી રાખવી, તમામ ગામોમાં સુરક્ષાવાળા સ્થળો નક્કી કરવા, તરવૈયાઓની યાદી તૈયાર કરવી, ફાયર બ્રિગેડની તૈયારીઓ, ઇમરજન્સી સંપર્ક નંબર, નિચાણવાળા ગામો, આવશ્યકતા સમયે આશ્રયસ્થાનો, આશ્રયસ્થાનોના સેનીટાઇઝેશન જેવી વિવિધ બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. આ સંપૂર્ણ બેઠકમાં તાલુકા સ્તરે પણ ચોક્કસાઇપૂર્ણ આયોજન થઇ શકે તેમજ કોવિડને ધ્યાને રાખીને ધ્રોલ, કાલાવડ, જામજોધપુર, જોડિયા વગેરેના તાલુકા સ્તરના અધિકારીઓને વિડિયો કોંફરન્સ મારફત જોડવામાં આવ્યા હતા.

નવસારી મામલતદાર, સર્કલ અને નાયબ મામલતદાર સહીત ચાર બાબુઓ લાંચ લેતા પકડાયા

Image
નવસારી ખાતે મામલતદાર તરીકે નોકરી કરતા યશપાલ પ્રકાશદાન ગઢવી અને નાયબ મામલતદાર સંજય દેસાઈ તેમજ શૈલેષ રબારી (સર્કલ ઓફિસર) ઉપરાંત કલાર્ક કપિલ રસીકભાઈ જેઠવા એમ ચારેયને નવસારી એસીબી  કચેરીના સ્ટાફે બપોરે છટકું ગોઠવી લાંચ લેતા પકડી પાડ્યા છે. માટી ઉત્ખન્નની પરમીટ મેળવી એક નાગરિક છૂટક માટી વેચાણ કરતા હતા. દરમિયાન મામલતદાર કચેરી દ્વારા તેઓના માટી ભરેલ રોયલ્ટી પાસ વાળા ટ્રકો કબજે કરવામાં આવ્યા હતા. મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવેલ આ કાર્યવાહી બાદ ટ્રક છોડાવવા બાબતે મામલતદાર ગઢવીએ સર્કલ ઓફિસર સાથે વાત કરી લેવા જણાવ્યું હતું, જેને લઈને રોયલ્ટી ધારક સર્કલને મળ્યા હતા. આ બાબુએ ટ્રક છોડાવવા રૂપિયા ૧,૧૦,૦૦૦ લાખની લાંચની માંગણી કરી હતી. જે મુબજ સર્કલના કહેવાથી આરોપી નાયબ મામલતદારે રૂપિયા ૨૦ હજારની રકમ લાંચ પેટે લઇ લીધી હતી. ત્યારબાદ રોયલ્ટી ધારકે એસીબીમાં ફરિયાદ કરી હતી જેના આધારે આજે મંગળવારે છટકું ગોઠવ્યું હતું. જેમાં બાકી રહેતી રૂપિયા નેવું હજારની રકમ આરોપી ક્લાર્કને લેતા આબાદ પકડી પાડ્યો હતો. ટ્રેપ સફળ થઇ જતા જ એસીબીએ તાત્કાલિક મામલતદાર ગઢવી, સર્કલ ઓફિસર રબારી, નાયબ મામલતદાર દેસાઈને પણ પક...

ચિંતા : છેલ્લા ૨૪ કલાકમાં એક જ પરિવારના ચાર સહીત પાંચ દર્દીઓ કોરોનાગ્રસ્ત

Image
જામનગર : જામનગર જીલ્લામાં છેલ્લા ચોવીસ કલાકના ગાળામાં કોરોનાના પાંચ કેસ નોંધાતા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો છે. ગત તા. ૨૧મીના રોજ કાલાવડ ખાતે અમદાવાદથી એક પરિવાર આવ્યો હતો. હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવેલ આ પરિવારના દંપતીના નમૂનાઓ ગઈ કાલે પોજીટીવ આવ્યા હતા, જેને લઈને બંનેને ગઈ કાલે સાંજે જ કાલાવડથી જામનગર ખાતેની કોવીડ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. દરમિયાન ગઈ કાલે રાત્રે લાલપુરથી લેવામાં આવેલ એક મહિલાનો નમુનો સવારે પરીક્ષણમાં પોજીટીવ આવતા તેણીને જામનગરની કોવીડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ મહિલા તાજેતરમાં મુંબઈથી લાલપુરના પીપરટોળા ગામે વાડી વિસ્તારમાં આવી હતી અને હોમક્વોરેન્તાઈન હેઠળ રાખવામાં આવી હતી. દરમિયાન આજે બપોર બાદ થયેલ નમૂનાઓના પરીક્ષણમાં કાલાવડના બે બાળકો પોજીટીવ આવતા ચોવીસ કલાકમાં આકડો પાંચ પર પહોચ્યો છે. કાલાવડનું જે દંપતી ગઈ કાલે પોજીટીવ આવ્યું હતું તે દંપતીના આઠ વર્ષના પુત્ર અને ત્રણ વર્ષની પુત્રી કોરોના પોજીટીવ જાહેર થયા છે. આ પરિવાર અમદાવાદથી આવ્યા બાદ હોમ ક્વોરેન્ટાઈન હેઠળ હતો જ્યાં કોરોનાના લક્ષણ સામે આવતા તબ્બકાવાર ચારેયના નમૂનાઓનું પરીક...

જામનગર : આજ દિવસ સુધી બાકાત રહેલ આ તાલુકામાં પણ કોરોનાનો પગપેસરો

Image
જામનગર : છેલ્લા બાવીસ દિવસથી જામનગર જીલ્લામાં શરૂ થયેલ કોરોના વાયરસનું સંક્રમણ સમગ્ર જીલ્લામાં પ્રશરી ગયું  છે. ગઈ કાલે જામનગરની જીજી હોસ્પિટલમાં પરીક્ષણ અર્થે આવેલ કુલ શંકાસ્પદ દર્દીઓના નમૂનાઓ સવારે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં લાલપુર તાલુકાના પીપરટોળા ગામે મુંબઈથી આવેલ એક મહિલાનો રીપોર્ટ પોજીટીવ આવ્યો છે. છેલા ૨૧ દિવસમાં માત્ર કાલાવડ અને લાલપુર એવા પંથક હતા જ્યાં એક પણ પોજીટીવ કેસ નોંધાયો ન હતો પરતું ગઈ કાલે કાલાવડમાં એક સાથે દંપતી કોરોનાગ્રસ્ત જાહેર થયા બાદ આજે લાલપુર પંથકમાં મહિલા પોજીટીવ જાહેર થતા જિલ્લાભરમાં કોરોના સંક્રમિત થયો હોવાનું સામે આવ્યું છે. જેને લઈને અત્યાર સુધીનો કોરોનાગ્રસ્ત દર્દીઓનો આકડો ૫૦ ઉપર પહોચ્યો છે. જેમાં બે બાળ દર્દીઓના મૃત્યુ થયા છે. મુંબઈથી આવેલ મહિલાને હોમ ક્વોરેન્તાઈન હેઠળ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જો કે એક-બે કેસને બાદ કરતા બીજા તમામ દર્દીઓ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. જેથી લોકલ સંક્રમણ નહીવત માત્રામાં છે એ સારા સમાચાર ગણી સકાય. હાલ જામનગરની કોવીડ હોસ્પિટલમાં ૧૫ એક્ટીવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. 

૯૧ વર્ષે ચુંદડીવાળા માતાજીનો દેહ ત્યાગ, આ હતી તેઓની અલૌકિક સિદ્ધિ

Image
અંબાજી : છેલ્લા ૮૬ વર્ષથી અન્ન-જળ ત્યાગ કરી અંબા માતાની આરાધના કરતા ચુંદડીવાળા માતાજીનું ૯૧ વર્ષની ઉમરે અવસાન થયું છે. રાજ્યના સુપ્રસિદ્ધ અંબાજી યાત્રાધામમાં અનોખી આરાધના શરુ કરી હતી. ચરાડા ખાતે એક સામાન્ય વિપ્ર પરીવારમાં જન્મેલ પ્રહલાદ જાનીને બાળપણમાં જ ભક્તિનો રંગ લાગી ગયો, માત્ર પાંચ વર્ષની ઉમરે અન્ન-જળનો ત્યાગ કરી આધ્યત્મિક ભક્તિમાં લીન થઇ પ્રહલાદ જાની ત્યારબાદ ચુંદડીવાળા માતાજી તરીકે ઓળખાવવા લાગ્યા હતા. ધીરે ધીરે ચુંદડીવાળા માતાજીની સાથે ભક્તો અને શ્રદ્ધાળુઓનો પ્રવાહ જોડાતો ગયો, છેલ્લા 86 વર્ષથી અન્નનો દાણો પણ મોઢામાં નાક્યા વગર કે પાણીનું એક ટીપું પીધા વગર ચુંદડીવાળા માતાજી અનેક ભાવિકોના દુખ દર્દ મિટાવી ચુક્યા છે એવી માન્યતા છે. જીવન જીવવા માટે હવા પાણી અને ખોરાકની જરૂર પડે જ, પરતું પ્રહલાદ જાનીના કિસ્સામાં વિજ્ઞાન પણ વિચારતું થયું છે. ચુંદડીવાળા માતાજીની આ અનોખી સિદ્ધિનું કારણ જાણવા અનેક સંશોધન કર્તાઓએ પણ રીસર્ચ કર્યું છે. પરંતુ કોઈ પરિણામ કે કારણ સામે ન આવ્યું, માતાજીની અસીમ કૃપાથી જ માતાજીએ આ સિદ્ધિ મેળવી હોવાની વાયકાઓ છે. તેઓની આ સિદ્ધિના કારણે ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો પણ હ...

ખંભાલીયામાં પિતરાઈ ભાઈના હાથે બહેનની હત્યા...આવી રીતે થઇ હત્યા

Image
જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના વડા મથક ખંભાલીયા ખાતે એક શ્રમિક યુવાનની પત્નીની હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. શહેરના જડેશ્વર રોડ પર આવેલ સોનલમાતાના મંદિર પાસે રહેતા અને છૂટક મજુરી કામ કરતા સુનીલ વીરસિંગ પાડવી નામના યુવાનની પત્ની મીરા પર તેની પાસે જ રહેતા તેના પિતરાઈ ભાઈ દશરથએ ગઈ કાલે પૈસાની લેતીદેતી મામલે હુમલો કર્યો હતો. જેમાં દશરથે મીરાનું ગળું દબાવી હત્યા નીપજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે બહાર ગયેલ સુનીલ આવી જતા દશરથ નાશી ગયો હતો. જેથી સુનીલે દશરથને પકડી પાડવા દોટ લગાવી હતી. પરંતુ તે હાથ લાગ્યો ન હતો. પાછળ આવીને સુનીલે બેસુધ્ધ પત્ની મીરાને ઠમઠોરી હતી. ગાલ અને હાથ ભાગે દાજી ગયેલ અને હાથના ભાગે ઉજરડા જેવી ઈજા પામેલ પત્નીના સ્વાસ રૂંધાઇ ગયો હોવાનું સામે આવતા યુવાને પોલીસને જાણ કરી હતી. જેને લઈને પીઆઈ દેકાવાડિયા, રાઈટર ડાડુભાઈ આહિર અને ડી સ્ટાફ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો અને મૃતકનો કબજો સંભાળી સુનીલની ફરિયાદ નોંધી હતી. જેમાં ગઈ કાલે પૈસા બાબતે આરોપી ભાઈ અને બહેન  મીરા  વચ્ચે બોલાચાલી થઇ હતી ત્યાર બાદ પોતે ગઠીયા લેવા બહાર નીકળી ગયો હતો અને પરત ફરતા આ ઘટના ...

રોગપ્રતિકારક શક્તિ વધારવી છે ? નો પ્રોબ્લમ, આવો યુનીવર્સીટીના દવાખાને

Image
જામનગર : દેશ આખો કોરોના સામે જંગે ચડ્યો છે. પશ્ચિમના દેશોમાં માનવ તારાજી સર્જનારી આ વૈશ્વિક મહામારી જે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તે નાગરિકો પર વાર કરે છે. એટલેકે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે તેઓને કોરોના વાયરસ સંક્રમિત થવાના વધારે ચાન્સ રહે છે. પરતું આ રોગપ્રતિકારક શક્તિ વધારવા આપણી આયુર્વેદ યુનીવર્સીટી આગળ આવી છે. અનેક જાતની ઔષધીઓ દ્વારા એક ચૂર્ણ તૈયાર કરવામાં આવ્યું છે. ભારત સરકારના આયુસ મંત્રાલય દ્વારા પ્રમાણિત થયેલ આ ચૂર્ણના સેવનથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આયુર્વેદ વિશ્વ વિદ્યાલય દ્વારા જામનગર ખાતેથી એક સપ્તાહ પૂર્વે જ સાંસદ પુનમબેન માડમના હસ્તે ચૂર્ણની નિશુલ્ક સેવા શરુ કરવામાં આવી છે. ગુરુ દતાત્રેય રોડ પર આવેલ આયુર્વેદ દવાખાનામાં દરરોજ સાંજે પાંચ વાગ્યાથી સાડા છ વાગ્યા દરમિયાન આ ચૂર્ણનું વિતરણ કરવામાં આવે છે. આ ચૂર્ણ કઈ રીતે અને ક્યાં સમયે લેવું તેની પણ સ્થળ પર માહિતી આપવામાં આવી રહી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધ નાગરિકોએ આ વિતરણ વ્યવસ્થાનો લાભ લેવો જોઈએ, તો રાહ કોની જુઓ છે તમે પણ જઈ આવો દવાખાને, આગામી તા. ૩૧મી સુધી આ વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે.

જામનગર : વધુ બે કોરોનાપોઝીટીવ કેસ નોંધાયા, સારી વાત એ છે કે...

Image
જામનગરમાં શનિવારે એક પોઝીટીવ કેશ સામે આવ્યા બાદ આજે સોમવારે કાલાવડ ખાતેથી વધુ બે કોરોના પોઝીટીવ કેસ સામે આવતા આરોગ્ય તંત્રની સાથે જિલ્લામાં ચિંતા પ્રસરી છે. જામનગર જિલ્લામાં છેલ્લા 22 દિવસમાં કોરોનાના 47 એક્ટિવ કેસ નોંધાયા છે. જેમાં બે દર્દીઓનો મૃત્યુ થયા છે. આ મહિનાના પ્રથમ સપ્તાહથી શરૂ થયેલ એક્ટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. વહીવટી તંત્ર દ્વારા જે તે વિસ્તારોમાં પ્રતિબંધ લાદી દઈ કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી સંક્રમણ થતું અટકાવવા ભરપૂર પ્રયાસ કર્યા છે. છતાં પણ એક્ટિવ દર્દીઓની સંખ્યા વધતી જ જાય છે. આજે જામનગરની જીજી હોસ્પિટલમાં થયેલ શંકાસ્પદ દર્દીઓના નમૂનાઓ પૈકી કાલાવડ પંથકના દંપતીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ દંપતી ગઈ કાલે જ અમદાવાદથી કાલાવડ આવ્યા બાદ ક્વોરેઈનટાઈન હેઠળ રાખવામાં આવ્યા હતા. હાલ આ દંપતીને જામનગરની કોવિડ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. વર્તમાન સમયમાં કોવિડ હોસ્પિટલમાં 14 પોઝીટીવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. સમગ્ર ચિત્ર જોઈએ તો જિલ્લામાં અત્યાર સુધીમાં 49 દર્દીઓ નોંધાયા છે. જેમાં બે બાળ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. આજે જે કેસ સામે આવ્યા છે એમા સારી બાબત એ ...

જામનગર : હવે રાત્રે બાર વાગ્યા સુધી એપીએમસી ધમધમશે

Image
જામનગર ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ હાપા સોમવારની ઇદની જાહેર રજા હોવાથી તમામ પ્રકારનો વ્યાપાર બંધ રહ્યો હતો. આવતીકાલ મંગળવારના રોજ અજમા, ધાણા, લસણ, ઘઉં, કપાસ સહિતની આવક થનાર છે. યાર્ડ ખાતે સવારે 6-30 થી 10 વાગ્યા દરમ્યાન કપાસની આવક થશે. જયારે તલ, મગ, અળદ, બાજરો, તુવેર, મઠ, મેથી, ચોરી, મરચા, મગફળીની હરરાજી માટે આવકનો સમય રાત્રે 8 થી 12 વાગ્યા સુધી રહેશે. આમ જામનગર માર્કેટીંગ યાર્ડમાં હવે ખેડુતોને પોતાના ખેત ઉત્પાદન વેંચવા માટે ઓપન આવકની પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાતથી ખેડુતમાં આનંદની લાગણી ફેલાઇ છે.   શનિવારના રોજ ચણા, ઘઉં, ધાણા, મગની હરરાજી થઈ હતી. માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલે જણાવ્યું હતું કે, યાર્ડ ખાતે ધાણાની હરરાજી માટે 100 ખેડૂતોમાંથી 96 ખેડુતો પોતાના ધાણાના વેંચાણ માટે આવ્યા હતાં. યાર્ડ ખાતે ધાણાની આવક 2196 ગુણી અને મણનો ભાવ રૂા. 750 થી 1320 રહ્યો હતો.આ ઉપરાંત ઘઉંની હરરાજી માટે 175 ખેડુતોને બોલાવવામાં આવ્યા હતા જેમાંથી 110  ખેડુતો હાજર રહ્યા હતા.યાર્ડ ખાતે ઘઉંની આવક 15640 મણ આવક થઈ છે અને પ્રતિ મણનો ભાવ રૂા. 335 થી 365 વચ્ચે રહ્યો હતો. આ ઉપરાંત મગની હર...

ત્રણ વખત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા મહાન હોકી ખેલાડીની વિદાઈ

Image
ત્રણ વખતના ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા મહાન હોકી ખેલાડી બલવીર સિંહ સીનિયરનુ સોમવારે નિધન થયુ છે. તેઓ છેલ્લા બે સપ્તાહથી ઘણી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. 95 વર્ષીય બલવીરના પરિવારમાં પુત્રી સુશબીર અને ત્રણ પુત્ર કંવલબીર , કરણબીર અને ગુરબીર છે.   મોહાલીના ફોર્ટિસ હોસ્પિટલના ડાયરેક્ટર અભિજીત સિંહે જણાવ્યુ , ' તેમનું સવારે 6.30 કલાકે નિધન થયુ. બાદમાં તેમના ભાણેજ કબીરે એક સંદેશમાં કહ્યુ , નાનાજીનું સવારે નિધન થયુ. બલવીર સીનિયરને આઠ મેએ ત્યાં દાખલ કરવામા આવ્યા હતા. તેઓ 18 મેથી અજાગૃત સ્થિતિમાં હતા અને તેમના મગજમા લોહીની ગાંઠ જામી ગઈ હતી. તેમને ફેફસામાં ન્યુમોનિયા અને ભારે તાવ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા. ' દેશના મહાનતમ એથલીટોમાંથી એક બલવીર સીનિયર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા પસંદ કરાયેલા આધુનિક ઓલિમ્પિક ઇતિહાસના 16 મહાન ઓલિમ્પિયનોમાં સામેલ હતા.  

ચાઈનાએ દુનિયામાં છોડ્યો છે કોરોના વાયરસ : અમેરિકા

Image
અમેરિકા ના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયને રવિવારે કહ્યું કે ચીને વિશ્વભરમાં ઘાતક કોરોના વાયરસ છોડ્યો છે અને બીજિંગએ તેને છુપાવવાનો પ્રયત્ન મોટા સ્તર પર કર્યો છે.   રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ વારંવાર સંદેહ વ્યક્ત કર્યો છે કે વુહાનમાં પહેલીવાર મળી આવેલ કોરોના વાયરસ ચીની કોઇ પ્રયોગશાળામાંથી નિકળ્યો હતો.   સીબીએસ ન્યૂઝના ટોકશો ' ફેસ ધ નેશન ' માં ઓ બ્રાયને કહ્યું કે ' આ ચીન દ્વારા છોડવામાં આવ્યો હતો. તેને છુપાવવામાં આવ્યો હતો અને કોઇ દિવસ તેને એચબીઓ પર તે પ્રકારે બતાવવામાં આવશે ચેર્નોબિલ બતાવવામાં આવ્યો હતો. ' ચીનની સરકાર પર આરોપ લગાવી રહ્યા છે અથવા સ્થાનિક અધિકારીઓ પર તો ઓ બ્રાયનએ કહ્યું કે ' અમને ખબર નથી કારણ કે તેમણે તમામ પત્રકારોને બહાર કાઢી દીધા અને તે તપાસકર્તાઓને અંદર નહી આવવા દઇએ.   તેમણે કહ્યું કે ' તેનાથી ફરક પડતો નથી આ સ્થાનિક અધિકારીઓનું કામ હતું કે કોમ્યુનિસ્ટ પાર્ટીનું. તેને છુપાવવામાં આવ્યો છે અને અમે તેના મૂળ સુધી જઇશું.

રાજકોટમાં નાયબ કલેકટરની પુત્રી કોરોનાગ્રસ્ત

Image
રાજકોટ : જસદણના જંગવડ ગામમાં એક 80 વર્ષીય વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ અમદાવાદના રેડ ઝોન વિસ્તાર મહિરામપુરાથી જંગવડ ગામે ત્રણ દિવસ પહેલા આવ્યા હતા. આ વૃદ્ધાને જંગવડની આશાવર્કર અને ફિમેલ હેલ્થ વર્કર જસદણની સરકારી હોસ્પિટલમાં કોરોનાના સેમ્પલ માટે લઈને આવ્યા હતા. જ્યાં તેમની તપાસ કરતા તેઓ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આથી વૃદ્ધાને સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડાયા છે. રાત્રે જ વૃદ્ધાના ઘરે આરોગ્યની ટીમ દોડી ગઇ હતી અને પરિવારજનોને ક્વોરન્ટીન કરવાની કામગીરી કરી હતી. જસદણ તાલુકામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 5 કેસો સામે આવ્યા છે. જેમા બે મહિલા , એક પુરુષ , એક વૃદ્ધા તેમજ એક બાળકનો સમાવેશ થાય છે. જ્યારે અમદાવાદથી રાજકોટ આવેલી નાયબ કલેક્ટરની પુત્રીને કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે. રાજકોટ શહેરમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. રાજકોટના નાયબ કલેક્ટર પટેલની 27 વર્ષીય પુત્રી અમદાવાદમાં નોકરી કરે છે. તે અમદાવાદથી રાજકોટ પરત આવી હતી. આથી તેનું સેમ્પલ લેવામાં આવતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટ શહેરમાં 80 અને ગ્રામ્યના 17 મળી કુલ પોઝિટિવ કેસનો આંક 97 પર પહોંચ્યો છ...

જામનગરમાં આઈજીનું આગમન, મુસ્લિમ બિરાદરો અને સ્ટાફ સાથે ઈદની મુબારકબાદી

Image
જામગનર : રાજકોટ રેંજ આઈજી સંદીપસિંઘ આજે જામનગરની મુલાકાતે આવી પહોચ્યા છે. જામનગર જીલ્લામાં કોરોનાં વાયરસના સંક્રમણ બાદ લોકડાઉનના પીરીયડમાં શહેર સહિત જીલ્લાભરમાં પોલીસની કાર્યવાહી તેમજ જીલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગેની ચર્ચાઓ કરવા માટે રેંજ આઈજી અને તેની ટીમના પીઆઈ આરએ ડોડીયા સહિતનો સ્ટાફ આજે જામનગર આવી પહોચ્યો હતો. જામનગર ખાતે જીલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંઘલએ આઈજીનું સ્વાગત કરી સત્કાર્યા હતા. ત્યારબાદ આઈજી અને સ્થાનિક પોલીસ અધિકારીઓ વચ્ચે જીલ્લાની સ્થિતિ અને પોલીસની કામગીરી અંગે ચર્ચાઓ કરી ખાસ આજે રમજાન ઈદ નિમિતે શહેરના મુસ્લિમ બિરાદરો સાથે મળી મુબારકબાદી પાઠવી હતી.

ચોમાસું છડી પોકારી રહ્યું છે સાથે સાથે આવી રહ્યો છે આ ખતરો

Image
અમદાવાદ : ગુજરાત અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ રહી છે. 3 જૂન આસપાસ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકવાની શક્યતાછે. ચક્રવાત જૂનના પ્રથમ સપ્તાહમાં કોઇ પણ રાત્રે પશ્ચિમ ભારતના રાજ્યોને ધમરોળી શકે છે. આગામી દિવસોમાં સાયક્લોનીકની મુવમેવન્ટ નક્કી કરશે આવશે કે નહીં. આવનાર સમયમાં અરબી સમુદ્રમાં દક્ષિણ-પૂર્વમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનના પગલે લો પ્રેશર સર્જાઇ શકે છે. લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઇને 3 જૂન સુધી ગુજરાત ફંટાય તેવી શક્યતા પણ સર્જાઈ રહી છે. જેથી દેશના પૂર્વિય કાંઠે ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં જૂનના શરૂઆતથી ભારે વરસાદ પડી શકે છે. ( ફાઈલ ફોટો છે )

લફરાબાજ પતિથી કંટાળી મોરબીની પરિણીતાએ મજબુરીમાં ભર્યું આવું પગલું પણ...

Image
જામનગર : જામનગર ૧૮૧ અભયમ સેવાએ વધુ એક મહિલાના સંસારને ભાંગતા બચાવી લીધો છે. ગઈ કાલે એક સજ્જન વ્યક્તિએ કોલ કરી અભયમને જાણ કરી હતી કે અહી એક મહિલા રસ્તા પર સુતી છે, નિરાધાર મહિલા હોવાથી સજ્જને ૧૮૧ને જાણ કરતા કાઉન્સીલર સરલાબેન ભોય સહિતનો સ્ટાફ સ્થળ પર પહોચ્યો હતો. જ્યાં લઘરવઘર     હાલતમાં રહેલ મહિલાને પ્રથમ સાંત્વના આપી ૧૮૧ ટીમના કાઉન્સીલર દ્વારા ધરપત આપી વાતચીત કરી હતી. હેબતાઈ ગયેલ મહિલાને ટીમ પર વિશ્વાસ આવી જતા તેણીએ પોતાની ઓળખ અને આપવીતી સંભળાવી હતી. જેમાં પોતે મોરબીમાં શાંતિવન વિસ્તારમાં પતિ સાથે રહેતી હોવાનું જણાવી, પતિના વર્તન અંગે વિસ્તારથી વાત કરી હતી. પતિના અન્ય સ્ત્રી સાથેના અનૈતિક સબંધ અને ઘર ભાડાના રૂપિયા ન આપતા તેણીની ત્રણ માસ પૂર્વે ઘર છોડી ચાલી નીકળી હતી. દરમિયાન લોકડાઉન આવી જતા પોતે ફસાઈ ગઈ હતી અને મોરબીનું કોઈ વાહન ન મળતા જેમ તેમ રસ્તા પર રાત વિતાવી રખડતી ભટકતી અહી આવી પહોચી હોવાનું મહિલાએ જણાવ્યું હતું. ૧૮૧ની ટીમે સાંત્વના આપી હાલ તેણીને સખી વન સ્ટોપ સેન્ટરમાં મોકલી સંરક્ષણ પૂરું પાડ્યું છે.